મુંબઇઃ બિગ બૉસમાં પોતાનાથી 37 વર્ષ નાની ગર્લેફ્રેન્ડ સાથેના અફેરને લઇને ભજન સમ્રાટ અનુપ જલોટા સોશ્યલ મીડિયામાં જબરદસ્ત ચર્ચામાં ચઢ્યા છે. તે પોતાની 28 વર્ષની શિષ્યા અને સિંગર જસલીન મથારુ સાથે છેલ્લા 3 વર્ષથી રિલેશનમાં છે, બન્નેની ઉંમરમાં મોટો ડિફરન્સ છે. હવે આ બન્નેની લવસ્ટૉરી મજાકનું પાત્ર બન્યુ છે. અનુપ અને જસલીનના મીમ્સ ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. તેમાંથી કેટલાક અમે અહીં તમને બતાવી રહ્યાં છીએ.