શોધખોળ કરો
Advertisement
અનુષ્કા શર્માએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- લગ્નના છ મહિનામાં ફક્ત......
વોગ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું, કદાચ જાણીને તમને હેરાની થશે કે શરૂઆતના 6 મહિનામાં અમે માત્ર 21 દિવસ જ સાથે પસાર કરી શક્યા હતા.
નવી દિલ્હીઃ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડી સુપરહિટ જોડી પૈકીની એક છે. પરંતુ બંને વર્ક કમિટમેંટ્સના કારણે ઘણો ઓછો સમય સાથે વીતાવી શકતા હતા. તેણે જણાવ્યું કે, લગ્નના શરૂઆતના 6 મહિનામાં માત્ર 21 દિવસ જ સાથે પસાર કર્યા હતા. લોકો વિચારે છે કે જ્યારે પણ હું વિરાટને મળવા જાઉ ત્યારે લોકોને રજા પર હોવાનું લાગે છે. પરંતુ હકીકતમાં અમે લોકો માત્ર કામ કરતા હોઈએ છીએ.
વોગ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું, કદાચ જાણીને તમને હેરાની થશે કે શરૂઆતના 6 મહિનામાં અમે માત્ર 21 દિવસ જ સાથે પસાર કરી શક્યા હતા. મેં ખુદ ગણવાનું શરૂ કર્યું હતું. જ્યારે પણ હું બહાર જાવ ત્યારે અમારી મુલાકાત બસ એક વખત સાથે જમવા પૂરતી મર્યાદીત થઈ જતી હતી.
અનુષ્કા શર્માએ કહ્યું, અમે બંને હંમેશા એકબીજાને સપોર્ટ કરીએ છીએ. અનુષ્કા શર્માએ બોલિવૂડમાં કોઈપણ જાતના સપોર્ટ વગર 2008માં રબ ને બનાદી જોડીથી કરિયરની શરૂઆત કરી હતી.
વિરાટ અને અનુષ્કાએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. એક ઈન્ટરવ્યૂ દરમિયાન વિરાટે જણાવ્યું હતું કે. લગ્નની તમામ તૈયારી પત્ની અનુષ્કાએ કરી હતી અને કોઈ જણાવવાની ના પાડી હતી. એટલું જ આ કપલે બુકિંગ કરાવતી વખતે પણ ફેક નામનો ઉપયોગ કર્યો હતો. વિરાટ-અનુષ્કાના લગ્નમાં માત્ર નજીકના સગાસંબંધી અને મિત્રો જ સામેલ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement