શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રેગ્નેન્ટ અનુષ્ક શર્માએ બેબી બંપ સાથે કરાવ્યું ફોટોશૂટ, પતિ વિરાટ કોહલીએ આપ્યું આવું રિએક્શન
અનુષ્કાએ મેગઝીન કવર માટે ફોટોશૂટમાં પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કર્યો છે. એક્ટ્રેસે આ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેમના પત્ની અનુષ્કા શર્મા પોતાના પહેલા બાળકને લઈને ખૂબજ એક્સાઈટેડ છે. વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત ભારત આવી ગયો છે. ઓસ્ટ્રેલિયામાં ચાર મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. જો કે, કોહલી જલ્દીજ પિતા બનાવો હોવાથી તે હાલ અનુષ્કા જોડે છે. હાલમાં જ વોગ મેગેઝીન માટે અનુષ્કાએ કવર ફોટોશૂટ કરાવ્યું હતું, જેની ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અનુષ્કાએ મેગઝીન કવર માટે ફોટોશૂટમાં પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કર્યો છે. એક્ટ્રેસે આ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ત્યારે આ તસવીરો પર વિરાટે કમેન્ટ કરી છે.
વિરાટે અનુષ્કાની આ તસવીર પર કમેન્ટ કરતા લખ્યું કે, ‘બ્યૂટીફૂલ’. તસવીરમાં અનુષ્કા લોન્ગ કોટ પહેરેલી નજર આવી રહી છે. તેની સાથે ઓફ વ્હાઈટ બ્લાઉઝ અને ટ્રાઉઝર પહેર્યો છે.View this post on Instagram
અનુષ્કાના આ ખૂબસૂરત ફોટોશૂટને લાખોની સંખ્યામાં લાઈક્સ મળી ચૂકી છે. વિરાટ-અનુષ્કા ભારતના સૌથી લોકપ્રિય અને મનગમતા સેલિબ્રિટી કપલમાંથી એક છે.View this post on Instagram
વિરાટ હાલ પેટરનિટી લીવ પર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેણે ત્રણ મેચોની વનડે અને ટી-20 સીરિઝમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. ભારતે વનડે સીરિઝ ગુમાવી ટી20 સીરિઝ પોતાના નામે કરી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion