શોધખોળ કરો
Advertisement
એક મહિના બાદ અર્જુન કપૂરનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, કહ્યું- જલ્દીજ કામ પર પરત ફરીશ
અર્જુને સોશિયલ મીડિયા પર લખ્યું કે, મને જણાવતા ખુશી થાય છે કે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ હું ખૂબ સારુ અનુભવી રહ્યો છું અને કામ પર જવા માટે રોમાંચિત છું.
મુંબઈ: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે કોરોનાને મ્હાત આપી છે. એક મહિના બાદ અર્જુનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેનું કહેવું છે કે, તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને કામ પર પરત ફરવા માટે ખૂબજ ઉત્સાહિત છે. બુધવારે અર્જુને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી પોતાના હેલ્થની જાણકારી આપી છે.
અર્જુને લખ્યું કે, મને જણાવતા ખુશી થાય છે કે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ હું ખૂબ સારુ અનુભવી રહ્યો છું અને કામ પર જવા માટે રોમાંચિત છું.
અર્જૂને પોતાના પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો છે, સાથે એ લોકો પણ આભાર વ્યક્ત કરો જેઓએ તેને સ્વસ્થ થવામાં સમર્થન આપ્યું છે. એક્ટરે વધુમાં લખ્યું કે, “આપ તમમની દુઆઓ અને શુભકામનાઓ માટે આપનો આભાર. આ વાયરસ ખતરનાક છે તેથી મારી સૌને અપીલ છે કે, તેને ગંભીરતાથી લો.”
ઉલ્લેખનીય છે કે, 6 સપ્ટેમ્બરે અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે ડૉક્ટોરની દેખરેખમાં હોમ ક્વોરન્ટાઈન થયો છે. તેના બાદ તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પણ કોરોનાની ઝપેટમાં આવી હતી. જો કે, બન્ને હવે સ્વસ્થ થઈ ગયા છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement