શોધખોળ કરો
લગ્ન બાદ આ એક્ટ્રેસનું છીનવાઈ ગયું હતું કાશ્મીરનું નાગરિત્વ, આર્ટિકલ 370 હટ્યા બાદ શું આપી પ્રતિક્રિયા ?
ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 પ્રમાણે જો કાશ્મીરી મહિલા બહારની વ્યક્તી સાથે લગ્ન કરે છે તો તેનું રાજ્યનું નાગરિત્વ ખતમ થઈ જાય છે. અને તેનો રાજ્યમાં કોઈ જ પ્રકારનો અધિકાર રહેતો નથી. જો કે હવે આર્ટિકલ 370ને હટાવી દેવામાં આવી છે.
![લગ્ન બાદ આ એક્ટ્રેસનું છીનવાઈ ગયું હતું કાશ્મીરનું નાગરિત્વ, આર્ટિકલ 370 હટ્યા બાદ શું આપી પ્રતિક્રિયા ? Article 370 revoked actress Ekta Kaul says Now I am hopeful that things will change લગ્ન બાદ આ એક્ટ્રેસનું છીનવાઈ ગયું હતું કાશ્મીરનું નાગરિત્વ, આર્ટિકલ 370 હટ્યા બાદ શું આપી પ્રતિક્રિયા ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/06190650/akta-1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ દેશભારમાં ખુશી અને જશ્નનો માહોલ છે. ત્યારે ટીવી ‘શો મેરે અંગને મે’ની ફેમ એક્ટ્રેસ એકતા કૌલે પણ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા પર ખુશી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે એકતા કોલ મુળ કાશ્મીરી છે પરંતુ ગત વર્ષે એક્ટર સુમિત વ્યાસ સાથે લગ્ન કર્યા બાદ નોન કાશ્મીરી બની ગઈ છે.
અનુચ્છેદ 370 હટાવ્યા બાદ એકતાએ કહ્યું કે સવારે મારા પિતાએ મને જગાડી હતી અને કહ્યું કે જલ્દીથી ટીવી જુઓ, જ્યારે ટીવી પર મે આર્ટિકલ 370 હટાવી દીધા હોવાના સમાચાર જોયા તો મને ઘણો આનંદ થયો અને મનને સુકૂન મળ્યું કે કાશ્મીર ફરી મારું થઈ ગયું.
એક્ટ્રેસે સરકારના આ નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો. એકતાએ કહ્યું કે લગ્ન બાદ મારી તમામ વસ્તુઓ બદલાઈ ગઈ હતી. કાશ્મીરની સદસ્યતા છીનવાઈ ગઈ હતી. લગ્ન બાદ કાશ્મીર જવા માંગતી હતી પરંતુ અચાનક બધુ બદલાઈ ગયું હતું. ના હું ત્યાં જમીન ખરીદી શકતી હતી કે ના તો ત્યાં પરત જઈને સ્થાયી થઈ શકતી હતી. એકતાએ પરંતુ એકવાર ફરી નવી આશા જાગી છે કે ફરી બદલાવ આવશે. હું મારા ઘરે જઈ શકીશ.
ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 પ્રમાણે જો કાશ્મીરી મહિલા બહારની વ્યક્તી સાથે લગ્ન કરે છે તો તેનું રાજ્યનું નાગરિત્વ ખતમ થઈ જાય છે. અને તેનો રાજ્યમાં કોઈ જ પ્રકારનો અધિકાર રહેતો નથી. જો કે હવે કાશ્મીરી મહિલાઓ દેશ-દુનિયામાં ગમે ત્યાં લગ્ન કરશે તો પણ તેનું રાજ્યનું નાગરિત્વ નહીં છીનવાઈ.
![લગ્ન બાદ આ એક્ટ્રેસનું છીનવાઈ ગયું હતું કાશ્મીરનું નાગરિત્વ, આર્ટિકલ 370 હટ્યા બાદ શું આપી પ્રતિક્રિયા ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/06191107/akta-kaul-272x300.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
બોલિવૂડ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)