શોધખોળ કરો
Advertisement
‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ પર અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપની કોમેન્ટ પર આયુષ્માન ખુરાનાએ આપી પ્રતિક્રિયા
‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ ફિલ્મ સમલૈંગિકતા પર આધારિત એક ગે લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં આયુષ્યમાન અને જિતેન્દ્ર કુમારને રોમાન્સ કરતા બતાવવામાં આવ્યા છે. જેમાં દર્શાવામાં આવ્યું છે કે, આજે પણ સમાજ તેને સ્વીકારતા કેવી રીતે ખચકાય છે.
નવી દિલ્હી: બૉલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને બોક્સિ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ભારત સિવાય દેશ વિદેશોમાં પણ ફિલ્મને પસંદ કરવામાં આવી રહી છે. તેની ભારતના પ્રવાસે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ફિલ્મના વખાણ કર્યા છે. હવે આયુષ્માન ખુરાનાની પ્રતિક્રિયા સામે આવી છે.
આયુષ્માને લખનઉમાં આયોજીત હિન્દુસ્તાન શિખર સમાગમમાં રાષ્ટ્રપતિ ટ્રંપનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આશા છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ LGBT સમુદાયના લોકો માટે અમેરિકામાં વધુ કામ કરશે. ઉલ્લેખનીય છે કે ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ ફિલ્મ સમલૈંગિકતા પર આધારિત એક ગે લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં આયુષ્યમાન અને જિતેન્દ્ર કુમારને રોમાન્સ કરતા બતાવવામાં આવ્યા છે. જેમાં દર્શાવામાં આવ્યું છે કે, આજે પણ સમાજ તેને સ્વીકારતા કેવી રીતે ખચકાય છે.
આ પહેલા બ્રિટિશ એક્ટિવિસ્ટ પીટર ગેરી ટેચેલે 'શુભ મંગલ જ્યાદા સાવધાન' પર એક ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું કે 'બોલિવૂડની એક રોમેન્ટિક કોમેડી રિલીઝ થઈ છે. ભારતમાં સમલૈંગિકતાને કાયદેસર કર્યા બાદ હવે આ ફિલ્મ દ્વારા દેશના વડીલ લોકોને સમલૈંગિકતા પ્રત્યે જાગરૂક અને જીતવાની કોશિશ કરાઈ રહી છે. વાહ.'
બ્રિટિશ એક્ટિવિસ્ટ પીટર ગેરી આ ટ્વીટને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વીટ કરી અને ગ્રેટ લખ્યું હતું. બાદમાં પીટરે પણ ટ્રમ્પની ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું કે આશા રાખુ છું કે આ પ્રેસિડન્ટ ટ્રમ્પના એલજીબીટીના મુદ્દાને ગંભીરતાથી લેવાની શરૂઆત છે અને આશા છે કે આ કોઈ પીઆર સ્ટન્ટ નથી. શુભ મંગલ જ્યાદા સાવધાન ફિલ્મને હિતેશ કેવલ્યએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના, જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, ગજરાજ રાવ, માનવી ગગરૂ વગેરે સામેલ છે.Great! https://t.co/eDf8ltInmH
— Donald J. Trump (@realDonaldTrump) February 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement