આ સાંભળતા જ જસલીન ભડકી ઉઠે છે. હિના ખાનના આરોપોનો જવાબ આપતાં જસલીન ગુસ્સામાં કહે છે કે તું તેની સાથે ડેટ પર જાઉં છું, કિસ કરું છું. તેને મ્યુઝિકલ રિલેશન કેવી રીતે કહી શકે ? જસલીન ગુસ્સામાં એમ પણ કહે છે કે કોઈના આરોપનો જવાબ આપતાં પહેલા મારે પણ અનુપજી પાસેથી જવાબ જોઈએ.
2/5
બિગ બોસમાં અનુપ જલોટા અને જસલીનની કેમેસ્ટ્રીથી ખૂબ ચર્ચા થઈ હતી.
3/5
બિગ બોસના ઓફિશિયલ હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવેલા પ્રોમામાં હિના ખાનની એન્ટ્રી જોવા મળી રહી છે. તે ઘરમાં પહોંચતા જ જસલીનને કઠેરામાં ઉભી રાખે છે. તે જસલીન પર અનુપ જલોટા સાથે તેની રિલેશનનું ખોટું નાટક કર્યું હોવાનો આરોપ લગાવ્યા બાદ જલોટાએ ઘરની બહાર સત્ય જણાવી દીધું હોવાનું કહે છે.
4/5
બિગ બોસ હાઉસમાં પ્રવેશતાં જ તેણે ‘હિના ખાન કી અદાલત’ શરૂ કરી દીધી છે. આ અદાલતમાં તે સ્પર્ધકો પર જનતા દ્વારા લગાવવામાં આવેલા આરોપને લઈ આવી છે. જેનો જવાબ પરિવારજનોએ આપવાનો હોય છે.
5/5
નવી દિલ્હીઃ બિગ બોસ 12માંથી અનુપ જલોટા ઘરમાંથી બહાર થઈ ગયા છે. ગત સીઝનની સૌથી મજબૂત સ્પર્ધક રહેલી હિના ખાનની એન્ટ્રી બાદ ઘરના લોકો ખુશ નજરે પડી રહ્યા છે. પરંતુ હિના એક ખાસ કારણથી ઘરમાં આવી છે.