શોધખોળ કરો
આ હોટ એક્ટ્રેસે બિગ બોસ 13ની ઓફર ફગાવી, કહ્યું- 'મારા સંસ્કારની વિરુદ્ધ છે બિગ બૉસ 13'
હિમાંશીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી કહ્યું છે કે હું બિગ બૉસ 13માં વાઇલ્ક કાર્ડ એન્ટ્રીમાં ભાગ નથી લેવાની.
નવી દિલ્હીઃ બિગ બોસ 13માં નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે. હવે બિગ બોસ 13ના વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ્સને લઈને ચર્ચા ચાલી રહી છે. શોમાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે કોણ એન્ટ્રી કરશે તેને લઈને અનેક સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે. તેમાંથી એક નામ છે પંજાબી એક્ટ્રેસ અને મોડલ હિમાંશી ખુરાનાનું પણ છે. પરંતુ હિમાંશીએ સોમાં એન્ટ્રી કરવાની વાતને ફગાવી દીધી છે.
હિમાંશીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી કહ્યું છે કે હું બિગ બૉસ 13માં વાઇલ્ક કાર્ડ એન્ટ્રીમાં ભાગ નથી લેવાની. મે અત્યાર સુધીમાં 2 વાર આ ઓફરને ફગાવી દીધી છે. કારણ કે આ શો મારા સંસ્કારોની વિરુદ્ઘ છે. જો કે તેની વાતોથી બિગ બોસના ઘરમાં બેડ શેરિંગ કોન્સેપ્ટને લઇને કહેવામાં આવી રહ્યું હોય તેમ મનાય છે.
હિમાંશી તેની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તે બિગ બોસ 13 ઘરમાં નહીં જાય. જો કે આ વાતથી તેના ફેન્સ ખુબ જ નિરાશ થયા છે. હમણાં થોડા સમય પહેલા જ હિમાંશી અને શહનાજ ગિલ સોશિયલ મીડિયામાં જવાબી પ્રહારને લઇને ચર્ચામાં હતી. આ લડાઇ ખૂબ જ જૂની છે પણ શહનાજ બિગ બોસ 13 ઘરમાં પહોંચતા આ વિવાદ પાછો આવ્યો હતો. અને તે બંનેના વીડિયોજ વાયરલ થયા હતા. જેમાં તેમણે લાઇવ વીડિયો એકબીજાને ખરી ખોટી સંભળાવી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement