શોધખોળ કરો

Bigg Boss 14 Finale : બિગ બોસ ફાઈનલ જીત્યા પછી રૂબિનાએ શું કર્યું કે સલમાન ખાન ખુશ થઈ ગયો ? શું કરી કોમેન્ટ ?

Bigg Boss 14 Finale Winner : આ સિઝનમાં રુબીના દિલાઈક પ્રથમ દિવસથી શ્રેષ્ઠ ગેમ રમતી જોવા મળી હતી. તેણે ઘરના દરેક મુદ્દા પર ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો.

Bigg Boss 14 Finale: રૂબિના દિલાઈક (Rubina Dilaik) બિગ બોસ 14ની (Bigg Boss 14) વિજેતા બની છે.  ફાઈનલમાં રૂબિના દિલાઈક, રાહુલ વૈધ, અલી ગોની, નિક્કી તમ્બોલી અને રાખી સાવંત (Rakhi Sawant) પહોંચ્યા હતા. જો કે રાખીએ ઓપ્શનમાં આપેલા 14 લાખ રૂપિયા લઈને શો છોડી દીધો હતો.    રાહુલ વૈદ્ય (Rahul Vaidya)  ને હરાવીને તેણે આ ટ્રોફી જીતી છે. રાહુલ વૈદ્ય બિગ બોસ સીઝન 14 ના પ્રથમ રનર અપ રહી ચૂક્યા છે જ્યારે નીક્કી તંબોલી બીજી રનર-અપ બની છે. શું કહ્યું સલમાને.... રૂબિના દિલાઇક બિગ બોસ સીઝન 14ની વિનર બન્યા બાદ ટ્રોફી લેવાને બદલે સૌથી પહેલા પરિવારને મળવા દોડી ગઈ હતી. જેને લઈ સલમાને કહ્યું- સારુ લાગ્યું કે ટ્રોફિ લેવાના બદલે તે પહેલા પરિવારને મળવા ગઈ. રૂબિના વિજેતા બનતા તેના પરિવાર સહિત મિત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. આ સિઝનમાં રુબિના દિલાઈક પ્રથમ દિવસથી શ્રેષ્ઠ ગેમ રમતી જોવા મળી હતી. તેણે ઘરના દરેક મુદ્દા પર ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો અને શરૂઆતથી તેના વ્યક્તિત્વને જોઈને એક મજબૂત દાવેદાર માનવામાં આવતી હતી. તે કોઈપણ મુદ્દા પર કોઈ ખચકાટ કર્યા વગર પોતાનો અભિપ્રાય આપતી હતી.
બિગ બોસના ઘરમાં રૂબિના દિલાઇકની મુસાફરી ખૂબ જ શાનદાર હતી. તેણે પતિ અભિનવ શુક્લા સાથે ઘરમાં એન્ટ્રી લીધી હતી ત્યારે કોઈને ખબર ન હોતી કે તેના અને અભિનવ વચ્ચેના સંબંધ નિર્ણાયક મોડ પર છે. પરંતુ ઘરની અંદર જ્યારે તેણે પોતાની પર્સનલ લાઇફ વિશે વાત જાહેર કરી તો દરેક આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રૂબિના અને અભિનવના કહેવા મુજબ બિગ બોસના ઘરમાં આવ્યા બાદ બંને એકબીજાની વધુ નજીક આવ્યા અને હવે તેમનો સંબંધ ઘણો સુધરી ચુક્યો છે. દર્શકોને રૂબિના દિલાઈકની યાત્રા ઘરની અંદર જેટલી આનંદક લાગી હતી તેટલી જ તેના માટે મુશ્કેલ હતી.. કારણ કે શો દરમિયાન સ્પર્ધકોએ તેના પર ઘણી આંગળીઓ ચિંધી હતી. ખાસ કરીને દર વખતે રાહુલ વૈદ્ય સાથે તેની દલીલો થતી હતી. ઘરમાં તેનો સૌથી મોટો ઝઘડો રાહુલ વૈદ્ય સાથે થયો હતો અને ફાઇનલમાં બંને વચ્ચે જોરદાર લડત જોવા મળી હતી. પરંતુ તમામ આક્ષેપોને બાજુએ મુકીને રૂબીનાએ જીતનો ડંકો વગાડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget