શોધખોળ કરો
Advertisement
બિગ બોસની એક્સ સ્પર્ધક નેહા પેંડસેએ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, સામે આવી તસવીરો
ટીવી અભિનેત્રી નેહા પેંડસેએ 5 જાન્યુઆરીએ પોતાના બોયફ્રેન્ડ શાર્દૂલ સિંહ બ્યાસ સાથે મહારાષ્ટ્રના પુનામાં મરાઠી રીતિ રિવાજ મુજબ લગ્નન કર્યા છે.
મુંબઈ: કલર્સ ટીવીના વિવાદીત શો બિગ બોસની 12મી સીઝનની સ્પર્ધક ટીવી અભિનેત્રી નેહા પેંડસેએ 5 જાન્યુઆરીએ પોતાના બોયફ્રેન્ડ શાર્દૂલ સિંહ બ્યાસ સાથે મહારાષ્ટ્રના પુનામાં મરાઠી રીતિ રિવાજ મુજબ લગ્નન કર્યા છે. તેમના લગ્નની તસવીરો સામે આવી છે જેમાં આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.
નેહા પેન્ડસે પોતાની કેરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં 'કેપ્ટન હાઉસ' સિરિયલથી શરૂઆત કરી હતી. આ પછી તેમણે ઘણી સિરિયલોમાં કામ કર્યું. જેમાં 'પડોસન', 'હસરતે', 'મીઠી મીઠી બાતે', 'ભાગ્યલક્ષ્મી', 'કપિલ શર્મા સાથે ફેમિલી ટાઇલ' પણ જોવા મળી હતી.
નેહા પેંડસેએ ટીવી ઉપરાંત સિનેમામાં પણ હાથ અજમાવ્યો હતો. નેહાએ 1999 માં પહેલી ફિલ્મ કરી હતી. ફિલ્મનું નામ 'પ્યાર કોઈ ખેલ નહી હે' છે. 'દાગ: ધ ફાયર', 'દીવાના', 'તુમસે અચ્છા કોન હે ?' અને 'દેવદાસ' ઉપરાંત ઘણી ફિલ્મો કરી હતી.
હિન્દી સિનેમા ઉપરાંત નેહાએ મરાઠી, મલયાલમ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement