શોધખોળ કરો
Advertisement
બિહારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલી બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસે કહ્યું- મને ધમકાવવામાં આવી, મારા પર દુષ્કર્મ થઈ શકતું હતું
બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. આ દરમિયાન અનેક ઉમેદવારોએ તેમના પ્રચાર માટે ફિલ્મી સિતારાને બોલાવ્યા હતા.
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. આ દરમિયાન અનેક ઉમેદવારોએ તેમના પ્રચાર માટે ફિલ્મી સિતારાને બોલાવ્યા હતા. જેમાં બિહારની ઔરંગાબાદ જિલ્લાની ઓબરા સીટથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર ડોક્ટર ચંદ્રા પણ છે. તેમણે ચૂંટણી પ્રચાર માટે બોલિવૂડ એક્ટ્રેક અમીષા પટેલને બોલાવી હતી. આ પ્રચારમાં મોટી માત્રામાં ભીડ એકત્ર થઈ પરંતુ પ્રચારમાંથી પરત ફર્યા બાદ અમીષાએ ડો. ચંદ્રા પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે.
તેણે આરોપ લગાવ્યો કે, બિહાર પહોંચ્યા બાદ ડોક્ટર પ્રકાશ ચંદ્રાએ જબરદસ્તીથી ચૂંટણી પ્રચાર માટે મને બ્લેકમેલ કરી હતી. તેણે કહ્યું, મારે સાંજે મુંબઈની ફ્લાઇટ પકડવાની હતી પરંતુ પ્રકાશ ચંદ્રાએ જબરદસ્તીથી મારી પાસે ચૂંટણી પ્રચાર કરાવ્યો. મેં જ્યારે જવાની વાત કરી તો કહ્યું કે, અમે તને આ ગામમાં એકલી છોડીને જતા રહીશું.
અમીષાએ એવો પણ આરોપ લગાવ્યો કે, પ્રકાશ ચંદ્રાએ મને જબરદસ્તીથી ભીડ વચ્ચે જવા કહ્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન હજારો લોકની ભીડ હતી, જે પાગલોની જેમ ગાડીની નજીક આવી ગઈ હતી. પ્રકાશ ચંદ્રાએ મને ગાડીથી ઉતરીને ભીડ વચ્ચે જવાનું કહ્યું હતું. ભીડ મારા કપડાં ખેંચવા પણ તૈયાર હતી. ત્યાં મારો રેપ પણ થઈ શકતો હતો. ચૂંટણી પ્રચાર બાદ લગભગ 8 વાગે હું હોટલ પહોંચી હતી.
(તસવીર સૌજન્યઃ અમીષા પટેલ ઈન્સ્ટાગ્રામ)
અમીષાએ કહ્યું, ચૂંટણી પ્રચાર દરમિયાન હું ખૂબ ખરાબ અનુભવમાંથી પસાર થઈ હતી. હોટલ પહોંચ્યા બાદ હું ઠીકથી જમી કે ઉંઘી શકી નહોતી. મારો બિહારમાં આવવાનો અનુભવ ખૂબ ખરાબ રહ્યો છે. જે વ્યક્તિ ચૂંટણી જીત્યા પહેલા મારા જેવી મહિલા સાથે આવો વ્યવહાર કરી શકે છે તે ચૂંટણી જીત્યા બાદ જનતા સાથે કેવો વ્યવહાર કરશે. પ્રકાશ ચંદ્રા જૂઠ્ઠો, બ્લેકમેલ કરતો વ્યક્તિ છે.
સી પ્લેનના ભાડામાં તોતિંગ ઘટાડોઃ હવે કેટલા રૂપિયામાં કરી શકાશે બંને તરફની મુસાફરી?
આગામી મહિનાથી બેંકમાં રૂપિયા જમા કરાવવા અને ઉપાડવાનો પણ આપવો પડશે ચાર્જ, જાણો વિગત
દેશના આ રાજ્યમાં કોરોનાથી થયું પ્રથમ મોત, જાણો કેટલા દિવસથી ચાલતી હતી સારવાર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion