શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આગામી મહિનાથી બેંકમાં રૂપિયા જમા કરાવવા અને ઉપાડવાનો પણ આપવો પડશે ચાર્જ, જાણો વિગત
બેંક ઓફ બરોડાએ કરન્ટ એકાઉન્ટ, કેશ ક્રેડિટ લિમિટ અને ઓવરડ્રાફટ ખાતામાં પૈસા જમા અને ઉપાડવા પર તથા બચત ખાતા માટે અલગ અલગ ચાર્જ નક્કી કર્યા છે.
નવી દિલ્હીઃ વર્તમાન સમયમાં બેંકિંગ સુવિધાનો લગભગ દરેક ગ્રાહકો ઉપયોગ કરતા હોય છે અને બેંકો આ માટે ચાર્જ વસૂલ કરે છે. અત્યાર સુધી બેંકો એસએમએસ, મિનિમમ બેલેંસ, એટીએમ તથા ચેકબુકના ઉપયોગના પૈસા વસૂલતી હતી પરંતુ હવે ગ્રાહકોએ બેંકમાંથી રૂપિપા ઉપાડવા અને જમા કરાવવા પણ ચાર્જ આપવો પડશે.
બેંક ઓફ બરોડાએ આની શરૂઆત પણ કરી દીધી છે. બેંક ઓફ ઈન્ડિયા, પીએનબી, એક્સિસ અને સેંટ્રલ બેંક તેના પર જલદી ફેંસલો લેશે. નવેમ્બર 2020થી નક્કી કરવામાં આવેલી મર્યાદાથી વધારે બેંકિંગ કરવા પર ગ્રાહકોએ અલગથી ચાર્જ ચુકવવો પડશે.
બેંક ઓફ બરોડાએ કરન્ટ એકાઉન્ટ, કેશ ક્રેડિટ લિમિટ અને ઓવરડ્રાફટ ખાતામાં પૈસા જમા અને ઉપાડવા પર તથા બચત ખાતા માટે અલગ અલગ ચાર્જ નક્કી કર્યા છે. આગામી મહિનાથી ગ્રાહક મહિનામાં બચત ખાતામાં ત્રણ વખત રૂપિયા ફ્રી જમા કરાવી શકશે પરંતુ જો ચોથી વાર કરાવશે તો 40 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે. વરિષ્ઠ નાગરિકોને પણ બેંકે કોઈ રાહત નથી આપી. જનધન ખાતાધારકોને તેમાં થોડી રાહત મળી છે. જેમાં જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં આપવો પડે, પરંતુ રૂપિયા ઉપાડવા પર 100 રૂપિયા ચુકવવા પડશે.
દેશના આ રાજ્યમાં કોરોનાથી થયું પ્રથમ મોત, જાણો કેટલા દિવસથી ચાલતી હતી સારવાર
આરોગ્ય સેતુ એપ કોણે બનાવી ? સૂચના આયોગે મંત્રાલય સહિત અનેક લોકોને મોકલી નોટિસ, જાણો શું છે મામલો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion