મિત્રતાનો જીવતો પુરાવો: મિત્રને બચાવવા માટે પક્ષીએ પાણીમાં છલાંગ લગાવી, જુઓ વીડિયો
એક મિત્રને જ્યારે જરુર પડે ત્યારે બીજો મિત્ર પોતાનાથી બનતી તમામ મદદ કરતો હોય છે. કેટલાક લોકો એકબીજાને મદદ કરીને મિત્રતાનો દાખલો પણ બેસાડે છે.
Friendship Viral Video: દુનિયામાં દરેક વ્યક્તિનો એક ખાસ મિત્ર હોય છે, જેની સાથે દરેક વસ્તુ શેર કરવામાં આવે છે. એક મિત્રને જ્યારે જરુર પડે ત્યારે બીજો મિત્ર પોતાનાથી બનતી તમામ મદદ કરતો હોય છે. કેટલાક લોકો એકબીજાને મદદ કરીને મિત્રતાનો દાખલો પણ બેસાડે છે. હાલમાં જ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને યુઝર્સના દિલ ખુશ થઈ ગયા છે.
વાઈરલ થઈ રહેલી ક્લિપમાં મુશળધાર વરસાદ બાદ આવેલા પૂરને કારણે બે બતક પાણીના જોરદાર પ્રવાહમાં વહેતી જોઈ શકાય છે. પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે તેમાં ફસાઈને કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આ દરમિયાન તેમાં ફસાયેલી બે બતક પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે.
મિત્રને બચાવવા પક્ષી કૂદી પડ્યુંઃ
વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે એક બતક, ઝડપથી તરીને પાણીના પ્રવાહમાંથી બહાર આવીને જમીન પર પહોંચે છે અને ઉપર ચડી જાય છે. બીજી તરફ, બીજી બતક પોતાને બચાવી શકતી નથી અને પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ જાય છે. આ દરમિયાન, પહેલું બતક, તેના સાથીને વહેતું જોઈને, પાણીના જોરદાર પ્રવાહમાં તેની પાછળ કૂદી પડે છે.
View this post on Instagram
વીડિયો વાયરલ થયોઃ
બેજુબાન પક્ષીઓમાં પણ મિત્ર માટે જીવનની પરવા કર્યા વગર સાથીને બચાવવાની મહેનત જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ ખુશ થયા છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર સૌના દિલ જીતી લીધા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 2.5 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લગભગ 2 લાખ યુઝર્સે તેને લાઈક કર્યો છે.