ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્માની હવે આગામી ફિલ્મ સુઇ ધાગા અને ઝીરોમાં દેખાશે. જ્યારે રણબીર કપૂર વાયઆરએફની શમશેરાના શૂટિંગ માટે વ્યસ્ત થઇ જશે.
3/5
સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહેલી તસવીર અનુસાર, રણબીર કપૂર તેની જુની મિત્ર સાથે અનુષ્કા અને વિરાટ સાથે બર્મિઘમની એક રેસ્ટૉરન્ટમાં લંચ લીધું હતું. ત્યારબાદ કોહલી મેચની પ્રેક્ટિસ માટે ગયો અને અનુષ્કા અને રણબીર કપૂરે સાથે મળીને બર્મિઘમની મજા માણી હતી.
4/5
જોક, તાજેતરમાં જ રણબીરે ઇંગ્લન્ડના બર્મિંઘમમાં યે દીલ હૈ મુશ્કીલની કો-સ્ટાર અનુષ્કા શર્મા સાથે ભોજન કર્યું હતું. આ પ્રસંગે અનુષ્કાની સાથે વિરાટ કોહલી પણ હતો. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી હાલમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચો માટે ઇંગ્લેન્ડમાં વ્યસ્ત છે.
5/5
નવી દિલ્હીઃ બૉલીવુડનો ચોકલેટી હીરો ગણાતો રણબીર હાલ ઇંગ્લેન્ડમાં ફરી રહ્યો છે, તેની તસવીર વાયરલ થઇ છે જેમાં તે અનુષ્કા અને વિરાટ સાથે દેખાઇ રહ્યો છે. હાલ રણબીર કપૂર અયન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગ કરવા બુલ્ગેરિયામાં વ્યસ્ત છે.