પોલીસે આ કૌભાંડના મુખ્ય આરોપી અમિત ભારદ્ધાજની પૂણેથી ધરપકડ કરાઇ હતી. અમિત પૂછપરછ મામલામાં પોલીસ કાંઇ કહેવા તૈયાર નથી. અમિત બિટકોઇનને લઇને એક વેબસાઇટ બનાવી હતી જેમાં લોકોએ વ્યાપક પ્રમાણમાં રોકાણ કર્યું છે. આ કૌભાંડ 2000 કરોડ કરતા વધુનું છે.
3/5
તાજેતરમાં જ આ કૌભાંડ મામલે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પોલીસે અનેક કલાકો સુધી પૂછપરછ કરી છે. ત્યારબાદ રાજ કુંદ્રાએ નિવેદન જાહેર કર્યું હતું કે, તેમને એક સસ્પેક્ટ તરીકે નહી પરંતુ એક સાક્ષી તરીકે સમન્સ પાઠવાયું હતું. જાણકારોના મતે રાજને પ્રકારની સ્કીમનો પ્રચાર કરવાને લઇને પૂછપરછ કરાઇ હતી.
4/5
સની લિયોન સિવાય આ મામલે નેહા ધૂપિયા, ઝરીન ખાન અને સોનલ ચૌહાણ જેવા અનેક સ્ટાર્સના નામ પણ સામે આવી રહ્યા છે. જોકે, આ તમામ નામોને લઇને પોલીસ તરફથી કોઇ સતાવાર નિવેદન કે જાણકારી આપવામાં આવી નથી.
5/5
નવી દિલ્હીઃ બે હજાર કરોડના બિટકોઇન કૌભાંડ મામલે રાજ કુંદ્રા, બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સની પૂછપરછ કરવામાં આવી શકે છે. આ મામલે સની લિયોનનું નામ પણ સામે આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા દિવસોમાં પોલીસે આ કૌભાંડના મુખ્ય આરોપી અમિત ભારદ્ધાજની પૂછપરછ કરી હતી અને તેની પૂછપરછમાં અનેક સ્ટાર્સના નામ સામે આવ્યા હતા.