શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મેકઅપ આર્ટિસ્ટના ગે વેડિંગમાં બોલિવૂડની કઈ અભિનેત્રીએ સ્ટેજ પર ડાન્સ કર્યો? જાણો વિગત
ડેનિયલ તથા ટાયરોને ગયા વર્ષે ઓગસ્ટમાં જર્મનીમાં લગ્ન કર્યાં હતાં. ગોવામાં તેમણે મહેંદી, હલ્દી, જાન વગેરે જેવી વિધી કરી હતી અને લગ્નના સાત ફેરા પણ ફર્યા હતાં
પણજીઃ બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફે ગોવામાં આયોજીત પોતાના મેક-અપ આર્ટિસ્ટ ડેનિયલના મેરેજમાં હાજરી આપી હતી. અભિનેત્રીએ મેરેજમાં પોતાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં પોસ્ટ કર્યું હતું કે, હૃદય પર લખી રાખો, વર્ષનો દરેક દિવસ સારો જશે.
કેટરીનાના મેકઅપ આર્ટિસ્ટ ડેનિયલના આ સમલૈંગિક વેડિંગ છે. તેનો પાર્ટનર ટાયરોન બ્રેગેંઝા છે. ટાયરોન ક્રૂઝ પર એચઆર મેનેજર તરીકે કામ કરે છે. બંનેએ ગોવામાં હિંદુ રીત-રિવાજથી લગ્નગ્રંથીથી જોડાયા હતાં. મેરેજમાં કેટરીનાએ ‘અફઘાન જલેબી’ પર ડાન્સ પણ કર્યો હતો.
ડેનિયલ તથા ટાયરોને ગયા વર્ષે ઓગસ્ટમાં જર્મનીમાં લગ્ન કર્યાં હતાં. ગોવામાં તેમણે મહેંદી, હલ્દી, જાન વગેરે જેવી વિધી કરી હતી અને લગ્નના સાત ફેરા પણ ફર્યા હતાં. કેટરીનાએ બંનેને લગ્નની શુભેચ્છા પણ પાઠવી હતી.
ડેનિયલે ઈન્સ્ટા સ્ટોરીમાં પોતાના લગ્નની તસવીરો શેર કરી હતી. ડેનિયલ તથા ટાયરોનની મુલાકાત બે વર્ષ પહેલાં મુંબઈમાં થઈ હતી. કેટરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે હાલમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’નું શૂટિંગ પૂરું કર્યું હતું.
આ લગ્નમાં અભિનેત્રી કેટરિના કૈફે સ્ટેજ પર જબરદસ્ત ડાન્સ પણ કર્યો હતો જે જોઈએને લોકો સ્તંબ્ધ થઈ ગયા હતાં. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.View this post on InstagramWrite it on your heart that every day is the best day of the year 💕 #2020
Full Performance of Katrina Kaif and Daniel on #AfghanJalebi#KatrinaKaif pic.twitter.com/98NLEbXOSF
— KatrinaKaif_INA 🇲🇨 (@KatrinaKaif_INA) January 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion