ફિલ્મ રિલીઝ પછી શબાના આઝમીએ ટ્વિટ કરતા કહ્યું 'સંજૂ' જોઈને રણબીરના પિતા રિશી કપૂરને તેના પર ગર્વ થશે જ્યારે તેની માતા નીતુ કપૂર રડી પડશે. શબાનાએ ફિલ્મમાં સંજય દત્તની પત્ની માન્યતાનો રોલ કરનારી દિયા મિર્ઝાની એક્ટિંગના પણ ભારે વખાણ કર્યા છે. 'સંજૂ'નું ડિરેક્શન રાજકુમાર હિરાનીએ કર્યું છે.
2/3
ફિલ્મમાં રણબીરની સાથેસાથે વિક્કી કૌશલ અને પરેશ રાવલની એક્ટિંગ પણ ચાહકોએ બહુ પસંદ કરી છે઼. વિક્કી કૌશલ ફિલ્મમાં રણબીરના બેસ્ટ ફ્રેન્ડ કમલેશનો અને પરેશ રાવલ તેના પિતાનો રોલ ભજવી રહ્યા છે. ફિલ્મમાં અનુષ્કા શર્મા લેખિકાના રોલમાં છે. સંજય દત્તના જીવન પર આધારિત આ ફિલ્મની વાર્તા તેના ડ્રગ્ઝના એડિક્શનમાંથી બહાર નીકળીને અંડરવર્લ્ડ સાથેની મિત્રતાની આસપાસ આકાર લે છે.
3/3
મુંબઈ: રણબીર કપૂર અને ડિરેક્ટર રાજકુમાર હિરાનીની જોડી પહેલીવાર 'સંજૂ'માં સાથે જોવા મળી છે અને પોતાની પહેલી ફિલ્મમાં તેમણે ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ રિલીઝના માત્ર ચાર જ દિવસમાં 145 કરોડ રૂ. સુધી પહોંચી ગઈ છે. બોલિવૂડના તમામ સ્ટાર્સ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.