શોધખોળ કરો
કોરોના પોઝિટિવ એક્ટ્રેસ સાથે ડોક્ટર્સે કર્યુ આવું વર્તન, પોસ્ટ શેર કરીને લખ્યું- વર્ણન માટે શબ્દ નથી
પોસ્ટમાં એક્ટ્રેસે કહ્યું કે, ડોક્ટર અને નર્સ ડર્યા વગર અમારી દેખભાળ કરી રહ્યા છે, જે જોઈને ઘણુ સારું લાગે છે.

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઝોયા મોરાનીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાં હોવા છતાં પણ એક્ટ્રેસ સતત સોશિયલ મીડિયા પર સક્રિય નજરે પડી રહી છે. તાજેતરમાં તેમે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરી છે. જેમાં તેણે ફેન્સને હોસ્પિટલના અનુભવ અને કોરોના વાયરસના લક્ષણોથી છૂટકારા મેળવવા અંગે વિચાર્યુ છે. પોસ્ટમાં એક્ટ્રેસે કહ્યું કે, ડોક્ટર અને નર્સ ડર્યા વગર અમારી દેખભાળ કરી રહ્યા છે, જે જોઈને ઘણુ સારું લાગે છે. તેના વર્ણન માટે એક શબ્દ પણ નથી. તેણે પોસ્ટમાં આગળ લખ્યું છે, હું તેમને સુરક્ષા સૂટમાં તેમની બેચેની સ્પષ્ટ રીતે જોઈ શકું છું. તે સાચે જ હીરો છે. મારા ડોક્ટર ઘણા સારા છે. તેઓ અવારનવાર મને ટુચકા સંભળાવતા રહે છે અને મારું સારુ ફિલ કરાવે છે. કાલે તેઓ જ હતા, જેમણે મને મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું અને તે સમયે પણ તેઓ ઘણા શાંત અને રમૂજ કરતા હતા. ડોક્ટર સૌરભ ફડકરે અને તેની ટીમનો આભાર. તેમના હાથમાં ખુદને સુરક્ષિત અનુભવ કરું છું.
વધુ વાંચો





















