શોધખોળ કરો
દીપિકા પાદુકોણે બોલિવૂડ બાદ હવે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું, કર્યું 21 કરોડ રૂપિયાનું રોકાણ
અમારા આઇડિયા પસંદ આવ્યા છે અને તેઓ જાણે છે કે અમારી કાર યાત્રા સુરક્ષિત છે. દીપિકાએ એમ પણ જોયું કે બધી ઇલેક્ટ્રિક કાર છે અને એક સારી બ્રાન્ડ છે જે પર્યાવરણનું ધ્યાન રાખે છે.
નવી દિલ્હીઃ ફિલ્મ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હવે એક નવી ભૂમિકામાં છે. તેણે ફિલ્મમાં અભિયન ઉપરાંત ફિલ્મ 83ની સાથે નિર્માતાની ભૂમિકા પણ ભજવી છે, આ ફિલ્મમાં તે કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે આ ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકા રણવીર સિંહએ નિભાવી છે.
દીપિકા પાદુકોણે ફિલ્મોની સાથે હવે અન્ય વ્યવસાયમાં પણ ઝંપલાવ્યું છે. મળતી માહિતી મુજબ દીપિકાએ સ્ટાર્ટ-અપ બ્લૂ સ્માર્ટ (કેબ સર્વિસ)માં ત્રણ મિલિયન ડોલર (આશરે 21 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે.
મળતી માહિતી મુજબ આમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોને સામેલ કરવામાં આવશે. આ વાતની માહિતી સ્ટાર્ટ-અપના કો-ફાઉન્ડર પુનીત ગોયલે આપી હતી. તેઓ દીપિકાના નેતૃત્વમાં રોકાણકારો પાસેથી 5 મિલિયન ડોલરના રોકાણની આશા રાખી રહ્યા છે. તેમને કહ્યું કે દીપિકાને અમારા આઇડિયા પસંદ આવ્યા છે અને તેઓ જાણે છે કે અમારી કાર યાત્રા સુરક્ષિત છે. દીપિકાએ એમ પણ જોયું કે બધી ઇલેક્ટ્રિક કાર છે અને એક સારી બ્રાન્ડ છે જે પર્યાવરણનું ધ્યાન રાખે છે.
ઉપરાંત તેમણે કહ્યું કે,‘જ્યારે તમે રાઈડ બુક કરશો ત્યારે તમને રાઈડ મળે છે. તમે રાઇડને રદ કરી શકો છો પરંતુ ડ્રાઇવર રાઇડને રદ કરી શકશે નહીં. આ બધા કારણોથી દીપિકાને રોકાણ માટે પ્રોત્સાહન મળ્યું.’
ગોયલના જણાવ્યા મુજબ દિલ્હીમાં 320 ટેક્સી છે. આવતા વર્ષે 1000 ટેક્સી શરૂ કરવાનો પ્લાન છે. મુંબઈમાં પાયલટ પ્રોજેક્ટ 26 ટેક્સી સાથે શરૂ કરવામાં આવ્યો છે. માર્ચ સુધીમાં આ સંખ્યા 200ની કરવાની કંપનીની યોજના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement