શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ બીજી વખત માતા બન્યા બાદ કર્યો મોટો ધડાકો, કહ્યું- હું અને રાજ આટલા વર્ષોથી ટ્રાય....
શિલ્પાએ દીકરીના નામ વિશે જણાવ્યુ કે, તેણે હંમેશાથી એક દીકરી જોઇતી હતી, જ્યારે તે 21 વર્ષની હતી ત્યારથી દીકરીનું નામ સમીશા વિચારી લીધું છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી 44ની ઉંમરે હાલમાં જ સરોગેસીથી બીજી વખત માતા બની છે. તેના ઘરે દીકરીનો જન્મ થયો છે. શિલ્પાએ હાલમાં જ પોતાની દીકરીનો હાથ હાથમાં પકડીને સોશિયલ મીડિયામાં આ વાતની જાણકારી આપી હતી કે 15 ફેબ્રુઆરી, 2020ના રોજ તેના ધરે દીકરી સમીશા શેટ્ટી કુંદ્રાનો જન્મ થયો. જેવી જ શિલ્પાએ આ વાતની જાણકારી આપી કે બધા તેમની પોસ્ટ પર શુભેચ્છા પાઠવતી કમેન્ટ કરવા લાગ્યા હતા. જ્યારે તેની આ ખુશખબરીથી તેના ફેન્સ ચોંકી ગયા હતા કે શિલ્પાએ આટલી જલદી પ્લાનિંગ કેવી રીતે કર્યું. હવે આ મામલે શિલ્પાએ મૌન તોડતા મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું કે, પાંચ વર્ષથી તે એક બાળક ઇચ્છતી હતી, પરંતુ તેની તે ઇચ્છા હવે પૂરી થઈ.
મુંબઈ મિરર સાથે વાત કરતા શિલ્પાએ કહ્યં કે, મારી અને રાજ કુંદ્રાના લગ્ન વર્ષ 2009માં થયા હતા અને 2012માં અમારા જીવનમાં દીકરા વિયાનનું આગમન થયું. અમે લોકો વિયાનના આવ્યા બાદ ઘણાં જ ખુશ હતા અને ત્યાર બાદથી પ્લાનિંગ કરી રાખ્યું હતું કે આગળ શું કરવું છે. અહેવાલ અનુસાર શિલ્પા 5 વર્ષ સુધી બીજા બાળક માટે પ્રયત્ન કરતી રહી હતી.
શિલ્પાએ દીકરીના નામ વિશે જણાવ્યુ કે, તેણે હંમેશાથી એક દીકરી જોઇતી હતી, જ્યારે તે 21 વર્ષની હતી ત્યારથી દીકરીનું નામ સમીશા વિચારી લીધું છે. જ્યારે મેં નિકમ્મા સાઇન કરી અને હંગામા કરવાનું નક્કી કર્યું ત્યારે મને ખબર પડી કે, હું અને રાજ ફરી વખત માતા-પિતા બનવાનાં છીએ. તો મેં અને રાજએ ફેબ્રુઆરી માટે અમારો વર્ક શેડ્યૂલ પૂરો કરી દીધો.” શિલ્પા શેટ્ટીએ દીકરીની નામનો અર્થ જણાવતા કહ્યું કે, ‘સમીશામાં સનો સંસ્કૃતિમાં અર્થ થાય છે હોવુ. મિશાનો રશિયન ભાષામાં અર્થ થાય છે ઇશ્વર જેવું. તું અમારા ઘરમાં લક્ષ્મી બનીને આવી છે. અમારો પરિવાર પૂરો થયો.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement