મીરાએ તેની દીકરીનું નામ તેના અને શાહિદના નામના પહેલા અક્ષર પરથી રાખ્યું હતું. શાહિદ અને મીરાના ઘરે બાળકનું આગમન થયાની જાણ થતાં જ બોલીવુડ કલાકારો શુભેચ્છા પાઠવી રહ્યા છે.
2/4
મીરાને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીરાએ આ પહેલા 26 ઓગસ્ટ, 2016ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. શાહિદે 7 જુલાઈ 2015ના રોજ દિલ્હીની રહેવાસી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા.
3/4
મળતી માહિતી મુજબ માતા અને દીકરા બંને સ્વસ્થ છે. મીરા અને શાહિદ તેમના બાળકને લઈ ઘણા ઉત્સાહિત હતા. મીરાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના ઘરે દીકરી આવે કે દીકરો કોઈ ફેર પડતો નથી.
4/4
મુંબઈઃ બોલીવુડ સ્ટાર શાહિદ કપૂર ફરી એક વખત પિતા બન્યો છે. તેની પત્ની મીરા રાજપૂતે 5 સપ્ટેમ્બરે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. શાહિદ પહેલાથી એક દીકરીનો પિતા છે. જેનું નામ મીશા છે.