શોધખોળ કરો
Advertisement
રિયા ચક્રવર્તીને અમિતાભ બચ્ચનની ફિલ્મમાંથી બહાર કાઢી દેવાઈ છે ?
બોલિવૂડની અપકમિંગ ફિલ્મ ‘ચહેરે’નું પોસ્ટર રિલીઝ થયા બાદ રિયા ચક્રવર્તીની પોસ્ટરમાં ગેરહાજરીને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
અપકમિંગ ફિલ્મ ‘ચહેરે’માં રિયા ચક્રવર્તી છે કે નહીં? તે મુદ્દે હાલ સવાલો થઇ રહ્યાં છે. કારણે કે, ફિલ્મના પોસ્ટરમાંથી રિયા ચક્રવર્તી ગાયબ છે. નોંધનિય છે કે, સુશાંત રાજપૂતની સુસાઇડ બાદ તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી ગઇ હતી. સુસાઇડ કેસમાં તેમને જેલ પણ જવું પડ્યું હતું અને તેની સઘન પૂછપરછ કરાઇ હતી.
નોંધનિય છે કે, અમિતાભ બચ્ચન, ઇમરાન હાસમીએ તેમની આ અપકમિંગ ફિલ્મનું પોસ્ટર ટવિટર પર પોસ્ટ કર્યું છે અને અપકમિંગ ફિલ્મનું પ્રમોશન કર્યું છે. જો કે તેમણે રિયા ચક્રવર્તી ફિલ્મમાં છે કે નહીં તે મુદ્દે કોઇ સ્પષ્ટતા નથી કરી.
સુશાંત સિંહ રાજપૂતની સુસાઇડ બાદ રિયા ચક્રવર્તી સામે એક પ્રકારનું નેગેટિં કેમ્પેન સોશિયલ મીડિયા પર ચાલ્યું હતું. સુશાંતના ફેન્સ રિયા ચક્રવર્તીને સુશાંતના આપઘાત માટે જવાબદાર માનતા હતા. એક મોટો વર્ગ રિયાને શંકાસ્પદ નજરે જોઇ રહ્યો હતો. આ સ્થિતિમાં ફિલ્મ મેકરે , ફિલ્મ ફ્લોપ જવાના ડરથી ફિલ્મ પ્રમોશન, પોસ્ટરમાંથી રિયાને દૂર રાખી છે જો કે હજુ પણ તે ફિલ્મનો હિસ્સો છે. ફિલ્મ મેકરના આ નિર્ણયથી રિયા નારાજ છે.
સોશિયલ મીડિયા પર સુશાંતના ફેન્સ આજે પણ રિયાના વિરોધમાં જ ટવિટ કરે છે. એક યુઝરે લખ્યું કે,’ફિલ્મની સફળતા માટે ફિલ્મના પ્રમોશન અને તેના પોસ્ટરમાંથી તેને દૂર કરાઇ છે. અમને ખબર છે, રિયા આજે પણ ચેહરે ફિલ્મનો હિસ્સો છે. તેમણે લખ્યું કે, સોરી વી આર નોટ ફુલ, અમે આ ફિલ્મનો બહિષ્કાર કરીએ છીએ’
રૂમી જાફરી દ્રારા નિર્દશિત ફિલ્મ ચેહરે ગત વર્ષે જૂનમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાની મહામારી અને લોકડાઉનના કારણે રિલીઝ ન થઇ શકી. જો કે પ્રોડક્શન હાઉસ તરફથી હજી સુધી એ મુદ્દે સ્પષ્ટતા નથી કરાઇ કે,. ફિલ્મ ચેહરેમાં રિયાનો ચેહરો સામેલ છે કે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement