'લગાન'ની આ એક્ટ્રેસ પાસે ખાવાના પણ નથી પૈસા, આમીર પાસે ઓફિસમાં માગી નોકરી, જાણો કેમ થઈ આવી હાલત ?
ફિલ્મ લગાનમાં કેસરિયાની ભૂમિકા અદા કરનાર પરવીન બાનો હાલ ભંયકર આર્થિક સંકડામણની સ્થિતિ સામે ઝઝુમી રહી છે. આજે તેમની પાસે જીવન નિર્વાહના પણ પૈસા નથી.
ફિલ્મ લગાનમાં કેસરિયાની ભૂમિકા અદા કરનાર પરવીન બાનો હાલ ભંયકર આર્થિક સંકડામણની સ્થિતિ સામે ઝઝુમી રહી છે. આજે તેમની પાસે જીવન નિર્વાહના પણ પૈસા નથી.
ફિલ્મ લગાનમાં કેસરિયાની ભૂમિકા અદા કરનાર પરવીન બાનોની સ્થિતિ આજે દયનિય છે. તેને 2011માં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. આ બીમારીની સારવારમાં જ તેમની બચત ખતમ થઇ ગઇ. પતિથી અલગ થયા બાદ તે તેમની બહેન સાથે રહે છે.
પરવીન બાનોનાએ કહ્યું હતું કે, “પતિથી અલગ થયા બાદ હું ઘરમાં એકલી જ મહિલા કમાવનાર હતી. મારી બીમારી બાદ એ પણ બંધ થયું જેથી આર્થિક સ્થિતિ ધીરે ધીરે નબળી થતી. ગઇ હું આજે મારી દીકરી સાથે મારી બહેનને ત્યાં રહું છે”.
ઉલ્લેખનિય છે કે, પરવિન બાનો ફિલ્મોમાં નાના-મોટા રોલ કરતી હતી અને તેની ગુજરાન ચાલતું હતું. પરવિન બાનોએ ફિલ્મ જગતમાં લગાનથી ડેબ્યૂ કર્યું હતું. પરવિન બાનો આમિર ખાનના અપોઝિટ રોલમાં ગોલીના સાથે હતી.
પરવિન બાનોનો ભાઇ શરૂઆતની બીમારીના સમયે તેમની સારસંભાળ રાખતો હતો પરંતુ દુર્ભાગ્યવશ તેમના ભાઇને પણ કેન્સર થઇ ગયું. 42 વર્ષિય પરવિન બાનો 2011થી સંઘિવાથી પીડિત હતી ત્યારબાદ બ્રેઇન સ્ટોક અને લકવો થઇ ગયો હતો.
CINTAએ કરી હતી મદદ
પરવીને મીડિયા સમક્ષ તેમની સ્થિતિ રજૂ કરતા જણાવ્યું કે, લોકડાઉનના કારણે મારી બહેનની પણ જોબ છૂટી ગઇ. મારી બહેન ઈન્ડસ્ટ્રીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતી હતી. હવે અમારી પાસે કોઇ કામ નથી. મારા ઇલાજમાં જ બેહિસાબ ખર્ચ થયો અને તેના કારણે હવે કોઇ બચત રહી નથી. . CINTAના લોકોએ રાશન મોકલ્યું છે. રાજકમલજી બે વખત રાશન મોકલી ચૂક્યા છે. અત્યારે પણ મારી સારવાર ચાલી રહી છે. મને દર અઠવાડિયે દવાઓ માટે 1800 રૂપિયા મળે છે.