Accident: આ ફેમસ એક્ટરને થયો જીવલેણ અકસ્માત, જીવ બચાવવા કાપવો પડ્યો પગ
Suraj Kumar Accident: કન્નડ ઇન્ડસ્ટ્રીમાં ધ્રુવન નામથી પ્રખ્યાત અભિનેતા સૂરજ કુમાર તાજેતરમાં જ માર્ગ અકસ્માતનો શિકાર બન્યો છે. જેના કારણે અભિનેતાને મૈસુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Kannada Actor Suraj Kumar:કન્નડ ફિલ્મોમાં ધ્રુવન નામના ફેમસ એક્ટર સૂરજ કુમાર વિશે એક દુખદ સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 24 જૂનની સાંજે અભિનેતાનો ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો અને તેને તાકીદે મૈસુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
એક્ટરની બાઈકે ઓવરટેક કરતી વખતે ગુમાવ્યું હતું બેલેન્સ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૂરજ કુમાર 24 જૂનની સાંજે એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. બેંગ્લોર નજીક મૈસૂર-ગુંડલુપર હાઈવે પર સૂરજનો અકસ્માત ત્યારે થયો જ્યારે તે બાઇક પર મૈસૂરથી ઊટી જઈ રહ્યો હતો. માહિતી અનુસાર અભિનેતા હાઇવે પર એક ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની બાઇકે બેલેન્સ ગુમાવ્યું હતું અને તે એક હેવી ટ્રક સાથે અથડાયો હતો. ટક્કર એટલી જબરદસ્ત હતી કે સૂરજને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ તેને તાત્કાલિક મૈસુરની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ડૉક્ટરોએ અભિનેતાનો જીવ બચાવવા માટે તેનો પગ કાપી નાખ્યો
ડૉક્ટરોએ હોસ્પિટલમાં સૂરજના પગને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. જે બાદ ડોક્ટરો પાસે અભિનેતાનો જીવ બચાવવા માટે તેનો જમણો પગ કાપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જણાવી દઈએ કે ડૉ. રાજકુમારના પુત્ર અને પ્રખ્યાત કન્નડ અભિનેતા શિવ રાજકુમાર તેમની પત્ની ગીતા સાથે સૂરજ કુમારને હોસ્પિટલમાં અભિનેતાને મળવા પહોંચ્યા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં સૂરજ કુમાર 'રથમ' નામની ફિલ્મ અને પ્રિયા પ્રકાશ વારિયર સાથે અન્ય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન તે આ ભયાનક અકસ્માતનો શિકાર બન્યો હતો.