બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ફિલ્મ 'સેલ્ફી', તેમ છતાં અક્ષય કુમારને મળ્યા આટલા પૈસા
અક્ષય કુમાર એક વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરે છે. અભિનેતા સતત ચાહકો વચ્ચે ફિલ્મોના માધ્યમથી તેમની હાજરીનો અનુભવ કરાવે છે.
Akshay Kumar Fee for Selfie: બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર એક વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરે છે. અભિનેતા સતત ચાહકો વચ્ચે ફિલ્મોના માધ્યમથી તેમની હાજરીનો અનુભવ કરાવે છે. અભિનેતા અક્ષય કુમારની તાજેતરની તમામ ફિલ્મો ફ્લોપ રહી છે. ગયા વર્ષથી અક્ષય કુમારની સતત 6 ફિલ્મો ફ્લોપ રહી છે. સવાલ એ ઊભો થાય છે કે આ નિષ્ફળતાનું કારણ શું છે. ફિલ્મ 'સેલ્ફી'ના પ્રમોશનલ ઈવેન્ટમાં અભિનેતાએ સ્વીકાર્યું કે, પોતાની માતાના નિધન બાદ તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
અભિનેતા અક્ષય કુમાર, ઈમરાન હાશમી, ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા સ્ટારર ફિલ્મ 24 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. બે દિવસમાં જ આ ફિલ્મના સૂપડા સાફ થઈ ગયા હતા. ફરી એક વખત અક્ષયને સફળતા નથી મળી. ફિલ્મે પહેલા બે દિવસમાં 5 કરોડની કમાણી કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મનું બજેટ 80 કરોડ રુપિયાનું હતું. ત્યારે સવાલ એ થાય છે કે ફિલ્મના કલાકારોએ કેટલી કમાણી કરી હશે ?
View this post on Instagram
ફિલ્મના કલાકારોને કેટલી ફી મળી ?
બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર ફિલ્મ માટે 50 થી 100 કરોડ રૂપિયા લે છે. પરંતુ ફિલ્મ 'સેલ્ફી' માટે તેણે પોતાની ફી ઘટાડીને 35 કરોડ કરી દીધી છે. આ ફિલ્મ માટે ઈમરાન હાશમીને 7 કરોડ રૂપિયા મળ્યા હતા. તે આ ફિલ્મમાં આરટીઓ ઓફિસરની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
બોલીવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનું કહેવું છે કે બોક્સ ઓફિસના આંકડા એ ન બતાવી શકે તે કોઈ ફિલ્મ સારી છે કે નહી. શું બોક્સ ઓફિસના આંકડાથી જ સફળ ફિલ્મ અંગે જાણી શકાય છે.
બોલીવૂડ અભિનેત્રી ડાયના પેન્ટી ઘણા વર્ષો પછી મોટા પડદા પર કમબેક કરી રહી છે. આ ફિલ્મ માટે તેને 75 લાખ રૂપિયા મળ્યા હતા. નુસરત ભરૂચા ફિલ્મમાં ઈમરાન હાશમીની પત્નીના રોલમાં જોવા મળી હતી. તે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. નુસરતની બીજી કોઈ ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી' જેટલી સફળ નથી થઈ. તેને આશરે 4 કરોડ રૂપિયા મળ્યા હતા.