શોધખોળ કરો
ફિલ્મોમાં કામ મળવાનુ બંધ થઇ જતા દારુની લતે ચઢી ગયો હતો આ હીરો, હવે ઓટીટી પર ડેબ્યૂ કરવા તૈયાર
બૉબી દેઓલ હવે તે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા તૈયાર થયો છે. ખાસ વાત છે કે બૉબી દેઓલને ફિલ્મોમાં એક સમયે કામ મળવાનુ બંધ થઇ ગયુ હતુ અને તેના કારણે તેને દારુનો સહારો લીધો હતો, એટલે કે એક્ટર દારુની લત્તે ચઢી ગયો હતો

મુંબઇઃ બૉલીવુડમાં કેટલીક સક્સેસ ફિલ્મો આપનારો બૉબી દેઓલ, હાલ ફિલ્મી દુનિયમાં કંઇક ખાસ દમ નથી બતાવી રહ્યો. ગુપ્ત, સોલ્ઝર, બરસાદ જેવી શાનદાર ફિલ્મો આપનારા બૉબી દેઓલનો સ્ટારડમ હાલ ઓછો થઇ ગયો છે. પરંતુ હવે તે ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા તૈયાર થયો છે. ખાસ વાત છે કે બૉબી દેઓલને ફિલ્મોમાં એક સમયે કામ મળવાનુ બંધ થઇ ગયુ હતુ અને તેના કારણે તેને દારુનો સહારો લીધો હતો, એટલે કે એક્ટર દારુની લત્તે ચઢી ગયો હતો.
તાજેતરમાંજ અભિનેતાર બૉબી દેઓલે એક ઇન્ટરવ્યૂમાં તે દિવસોને યાદ કરીને વાત કરી, તેને કહ્યું કે, એક સમય એવો હતો તેને ખુદ પર ધિક્કાર આવવા લાગ્યો હતો. કેમકે લોકો તેના વિશે બહુજ ખરાબ અને ઉંધી સીધી વાતો કરતા હતા. તે સમયે બૉબી દેઓલને લાગતુ હતુ કે તેની સાથે કોઇ કામ કરવા નથી માંગતુ. આ કારણે તેને દારુ લત લાગી ગઇ. પરંતુ થોડાસમય બાદ બૉબી દેઓલને અહેસાસ થયો અને પાછો ફર્યો હતો.
પછી કેટલાય વર્ષો બાદ તેને સલમાન ખાનનો સાથ મળ્યો અને તે ફિલ્મ રેસ 3માં દેખાયો. આ ફિલ્મમાં બૉબીની મેકઓવરે દરેકને ચોંકાવી દીધા. બાદમાં સની દેઓલ સાથે પૉસ્ટર્સ બૉયઝ, અક્ષય કુમાર સાથે હાઉસફૂલ 4 અને પિતા ધર્મેન્દ્ર અને સની સાથે યમલા પગલા દિવાનાથી ધમાકેદાર એન્ટ્રી કરી.
બૉબીએ જણાવ્યુ કે, તે સમયે પોતાના બાળકો અને પત્નીને આંખોમાં જોતો હતો કે આખા આખા દિવસો ઘરે વિતાવતો હતો. બાદમાં મારી અંદર ચેન્જીસ થયો. મને લાગ્યુ કે જો આગળ વધવુ હોય તે કોઇની રાહ જોવી નહીં. ત્યારે મે મારુ કામ કરવાનુ શરૂ કરી દીધુ.

પરંતુ હવે બૉબી દેઓલ ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. 'ક્લાસ ઓફ 83' બાદ બૉબી પ્રકાશ ઝાના ડાયરેક્શનમાં બનેલી વેબ સીરીઝ 'આશ્રમ'માં ફરી એકવાર દેખાશે. જેનુ ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયુ છે. 'આશ્રમ'ના ટ્રેલરને દર્શકોનો જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે.

વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
દેશ
દુનિયા
Advertisement