Mohit Raina Baby Girl: મોહિત રૈના બન્યો પિતા, 'દેવો કે દેવ મહાદેવ' એક્ટરે બતાવી દિકરીની પ્રથમ ઝલક
બોલિવૂડ ફિલ્મોના એક્ટર મોહિત રૈના પિતા બની ગયો છે. તેની પત્ની અદિતિ શર્માએ દિકરીને જન્મ આપ્યો છે. મોહિત રૈનાએ સોશિયલ મીડિયા પર લિટલ એન્જલની પ્રથમ ઝલક બતાવી છે.
Mohit Raina First Baby: બોલિવૂડ ફિલ્મોના એક્ટર મોહિત રૈના પિતા બની ગયો છે. તેની પત્ની અદિતિ શર્માએ દિકરીને જન્મ આપ્યો છે. મોહિત રૈનાએ સોશિયલ મીડિયા પર લિટલ એન્જલની પ્રથમ ઝલક બતાવી છે. માતા-પિતા બનવા પર ચાહકો આ કપલને ઘણી બધી શુભેચ્છાઓ અને અભિનંદન આપી રહ્યા છે.
મોહિત રૈનાએ દીકરીની ઝલક બતાવી
મોહિત રૈનાએ તેની દિકરીનો પહેલો ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જોકે તેણે લિટલ એન્જલનો ચહેરો બતાવ્યો નથી. તસવીરમાં મોહિત રૈના દીકરીનો નાનો હાથ પકડેલો જોવા મળે છે. અભિનેતાએ ફોટોની સાથે એક ક્યૂટ નોટ પણ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, 'અને પછી અમે ત્રણ થઈ ગયા. દિકરીનું આ દુનિયામાં સ્વાગત છે. આ સાથે મોહિત રૈનાએ રેડ હાર્ટ ઈમોજી પણ બનાવ્યું છે.
View this post on Instagram
અભિનેતાની આ પોસ્ટ પર સેલેબ્સથી લઈને ચાહકો આ કપલને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. કોમેન્ટ કરતાં દિયા મિર્ઝાએ લખ્યું, 'અભિનંદન'. આ સિવાય ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં મોહિત રૈના અને અદિતિ શર્મા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
લગ્ન તૂટવાના સમાચારને અફવા ગણાવી હતી
થોડા સમય પહેલા મોહિત રૈના અને અદિતિ શર્માના લગ્નનને લઈ સમાચાર સામે આવ્યા હતા. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે લગ્ન પછી બંનેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. બોમ્બે ટાઈમ્સ સાથેની મુલાકાત દરમિયાન મોહિત રૈનાએ આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેણે કહ્યું આ માત્ર અફવાઓ છે. હું હિમાચલ પ્રદેશમાં મારી લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છું.
View this post on Instagram
આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું
જણાવી દઈએ કે મોહિત રૈના ટીવી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ સિવાય મોહિત રૈના ઘણી વેબ સિરીઝનો ભાગ રહી ચૂક્યો છે જેમાં 'કાફિર', 'ભૌકાલ', 'મુંબઈ ડાયરીઝ 26/11'નો સમાવેશ થાય છે.