Paresh Rawal Corona Positive: પરેશ રાવલ કોરોના સંક્રમિત, ટ્વીટ કરીને કહ્યું- સંપર્કમાં આવેલા લોકો ટેસ્ટ કરાવે
પરેશ રાવલે(Paresh Rawal) ટ્વિટ કરીને કહ્યું કે, દુર્ભાગ્યથી, હું કોરોના પોઝિટિવ આવ્યો છું. છેલ્લા 10 દિવસથી મારી સાથે જે કોઈ સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરીને ટેસ્ટ કરાવે. "
![Paresh Rawal Corona Positive: પરેશ રાવલ કોરોના સંક્રમિત, ટ્વીટ કરીને કહ્યું- સંપર્કમાં આવેલા લોકો ટેસ્ટ કરાવે Actor Paresh Rawal tested corona positive, shares in his Twitter account Paresh Rawal Corona Positive: પરેશ રાવલ કોરોના સંક્રમિત, ટ્વીટ કરીને કહ્યું- સંપર્કમાં આવેલા લોકો ટેસ્ટ કરાવે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/26/8e015b5013ee728dc0937ad926da4185_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: દેશમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી માથું ઉંચક્યું છે. કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેની વચ્ચે બોલિવૂડ એક્ટર અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ (Paresh Rawal)કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પરેશ રાવલ (Paresh Rawal)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
પરેશ રાવલે(Paresh Rawal) ટ્વિટ કરીને કહ્યું કે, દુર્ભાગ્યથી, હું કોરોના પોઝિટિવ આવ્યો છું. છેલ્લા 10 દિવસથી મારી સાથે જે કોઈ સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરીને ટેસ્ટ કરાવે. "
બોલિવૂડ ઇન્સ્ટ્રીમાં છેલ્લા ત્રણ દિવસમાં કેટલાક સ્ટાર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમાંથી આમિરખાન, આર માઘવન અને મિલિંદ સોન જેવા સ્ટાર સામેલ છે. હવે અભિનેતા ઘર્મન્દ્રના ઘરમાં કામ કરતા ત્રણ લોકો પણ કોરોના સંક્રમિત થયા છે. ત્યારબાદ ધર્મેન્દ્રના પરિવારે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જો કે બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. રિપોર્ટ નેગેટિવ આવતા ધર્મેન્દ્રએ ભગવાનનો આભાર માન્યો હતો.
આમિર ખાનના પ્રવક્તાએ એબીપીને જણાવ્યું હતું કે, “આમિર ખાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં પોતોના ઘરે જ હોમ કોરેન્ટાઈન છે અને તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે અને તેની તબીયતમાં સુધારો થઈ રહ્યો છે. જે કોઈપણ વ્યક્તિ હાલમાં તેમના સંપર્કમાં આવ્યા હોય તેને સાવચેતીના ભાગ રીતે પોતાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. તમારા બધાની ચિંતાઓ અને શુભેચ્છાઓ માટે આભાર.”
ઉલ્લેખનીય છે કે, વિતેલા વર્ષે આમિર ખાનની સાથે કામ કરનાર 7 કર્મચારી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાં કેટલાક તેમના સુરક્ષાકર્મી, ડ્રાઈવર અને ઘરમાં કામ કરનાર નોકર પણ સામેલ હતા.
ગુજરાતમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 2190 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,96, 320 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 2,81,707 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ 10134 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 10051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.07 ટકા પર પહોંચ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)