શોધખોળ કરો
Advertisement
લગ્નના ચાર વર્ષ બાદ અમૃતા રાવના ઘરે આવશે નાનો મહેમાન, અભિનેત્રીને બેબી બમ્પ સાથેની તસવીર વાયરલ
વિવાહ ફેમ એક્ટ્રેસે 20116માં રેડિયો જૉકી અનમોલ સાથે લગ્ન કરી લીધા હતા, લગ્ન પહેલા બન્ને સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. બન્નેના લગ્નમાં ફક્ત એક મિત્ર અને પરિવારજનો જ સામેલ થયા હતા
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અમૃતા રાવ અને રેડિયો જૉકી અનમોલના ઘરે નાનો મહેમાન આવવાનો છે. બન્નેને તાજેતરમાં જ મુંબઇના ખાર સ્થિત એક ક્લિનકની બહાર નીકળતા દેખાઇ હતી. અમૃતાએ બેબી બમ્પની વાયરલ થઇ રહેલી તસવીર જોઇને સ્પષ્ટ થયુ છે કે તે જલ્દી માં બનવાની છે.
અમૃતા રાવના બેબી બમ્પની તસવીર આવી સામે
અમૃતા રાવ સાથે જોડાયેલા સુત્રો અનુસાર, લૉકડાઉન પહેલા તેને મા બનવાનો ફેંસલો કર્યો હતો. ત્યારબાદથી બન્નેને એકસાથે ખુબ સમય વિતાવતા દેખાયા હતા. અમૃતા રાવે પોતાની પર્સનલ લાઇફને ગ્લેમરની ચકાચોંદથી દુર રાખવામાં આવી છે. વાત તેની ડેટિંગની હોય કે પછી લગ્નની. તેને ખુદે લૉ પ્રૉફાઇલ રાખી હતી.
વિવાહ ફેમ એક્ટ્રેસે 20116માં રેડિયો જૉકી અનમોલ સાથે લગ્ન કરી લીધા હતા, લગ્ન પહેલા બન્ને સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. બન્નેના લગ્નમાં ફક્ત એક મિત્ર અને પરિવારજનો જ સામેલ થયા હતા. અમૃતા રાવે પોતાની ફિલ્મી કેરિયર વર્ષ 2002થી કરી, તેને ફિલ્મ અબ કે બરસથી ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ તેને શાહિદ કપૂરની 2003માં આવેલી ફિલ્મ ઇશ્ક વિશ્કમાં કામ કર્યુ હતુ. બાદમાં 2004માં શાહરૂખ ખાન અને જાયેદ ખાન સાથે મે હુનામાં કામ કર્યુ હતુ.
છેલ્લીવાર અમૃતા રાવ વર્ષ 2019માં ઠાકેરમાં દેખાઇ હતી. આ ફિલ્મ બાલા સાહેબની જિંદગી પર બની હતી, આમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ બાલા સાહેબનો અભિનય કર્યો હતો. ખાસ વાત છે કે, અમૃતા રાવ પહેલા અનુષ્કા શર્મા, કરીના કપૂર ખાન, અનિતા હસનંદાની અને સાગરિકા ઘાટગે પણ પ્રેગનન્ટ થયાના સમાચાર આવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement