Actress : અનન્યા પાંડેનું ઈલુ ઈલુ, આ રહ્યો બોલતો પુરાવો
અત્યાર સુધી આ અફવા ગણવામાં આવતી પરંતુ હવે આ અફવાઓ સાચી સાબિત થતી જોવા મળી રહી છે. જેનો બોલતો પુરાવો પણ તાજેતરમાં જ સામે આવ્યો હતો.
![Actress : અનન્યા પાંડેનું ઈલુ ઈલુ, આ રહ્યો બોલતો પુરાવો Actress : Ananya Panday in Love, Romantic Pictures From Spain With Boy Friend Actress : અનન્યા પાંડેનું ઈલુ ઈલુ, આ રહ્યો બોલતો પુરાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/12/53c32bf1dbcb07c451b142b594dcfee81689172612963724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bollywood Actress Ananya Panday Pics With Boy Friend : કેટલાક સમયથી અભિનેત્રી અનન્યા પાંડે ચર્ચાના ચકડોળે ચડી છે. ચારેકોર તેના અફેરની ચર્ચાઓ થઈ રહી છે. અનન્યાનું અફેરની અફવાઓ કોઈ બીજા સાથે નહીં પણ બોલિવૂડ અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે સાંભળવા મળી રહી છે. અત્યાર સુધી આ અફવા ગણવામાં આવતી પરંતુ હવે આ અફવાઓ સાચી સાબિત થતી જોવા મળી રહી છે. જેનો બોલતો પુરાવો પણ તાજેતરમાં જ સામે આવ્યો હતો.
બી-ટાઉનનું આ નવું કપલ હાલમાં જ છેક સાત સમંદર પાર સ્પેનમાં રોમેન્ટિક પળો વિતાવતું જોવા મળ્યું છે. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેને જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
અનન્યાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ
આ નવા કપલની સુંદર તસવીરો હવે માનવ મંગલાનીએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. જેમાં કપલ એકબીજાની બાહોમાં ખોવાયેલું જોવા મળે છે. તસવીરો શેર કરતાં લખ્યું- 'બ્રાન્ડ ન્યૂ કપલ એલર્ટ લિસ્બનમાં આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે એક સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યાં છે.' તસવીરોમાં બંને ટ્ટિનિંગ થતા જોવા મળ્યા હતા. જ્યાં અભિનેતાએ વાદળી ટી-શર્ટ સાથે કાળો શોર્ટ પહેર્યો હતો. જ્યારે અભિનેત્રીએ વાદળી રંગનો લોંગ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
View this post on Instagram
અનન્યાએ ઈન્સ્ટા પર શેર કરી તસવીરો
બીજી તરફ અનન્યા પાંડેએ પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્પેનના કેટલાક સુંદર લોકેશનની તસવીરો શેર કરી છે. જોકે, આ તસવીરોમાં અનન્યા કે આદિત્ય બંને દેખાતા નથી. પરંતુ તસવીરો પરથી સ્પષ્ટ છે કે, તે હાલમાં સ્પેનમાં વેકેશન મનાવી રહી છે.
દિવાળીની પાર્ટીમાં સાથે જોવા મળ્યું હતું રૂમર્ડ કપલ
વાસ્તવમાં તેમના અફેરના સમાચાર ત્યારે જ સામે આવવા લાગ્યા હતા. જ્યારે તેઓ દિવાળીની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી કોઈએ તેમના સંબંધો વિશે વાત કરી નથી. પરંતુ બંનેની વાયરલ થઈ રહેલી આ તસવીરો એ વાતની સાક્ષી આપી રહી છે કે બંને વચ્ચે અપાર પ્રેમ છે.
જોકે હજી સુધી ના તો અનન્યા કે ના તો આદિત્ય તરફથી આ મામલે મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. બંને મોઘમ સેવી રહ્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)