શોધખોળ કરો
Advertisement
PGIએ કહ્યું- બૉલીવુડને બદનામ કરવા માટે થઇ રહ્યો છે સુશાંતની મોતનો ઉપયોગ, કરિનાએ કર્યો સપોર્ટ
કરિના કપૂર કોરોના મહામારીના કારણે ઘરે દીકરા તૈમૂર અલી ખાન અને પતિ સૈફ અલી ખાનની સાથે સમય વિતાવી રહી છે. તેને પ્રૉડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના નિવેદનને સોશ્યલ મીડિયા પર શેર કર્યુ છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પર કેટલાય પ્રકારના ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યાં છ. આને લઇને પ્રૉડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ એક નિવેદન આપ્યુ છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતના મોતનો ઉપયોગ કરીને લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બદનામ અને દુષિત કરી રહ્યાં છે. એક્ટ્રેસ કરિના કપૂરે પ્રૉડ્યૂરર્સ ગિલ્ડ ઇન્ડિયાનુ સમર્થન કર્યુ છે.
કરિના કપૂર કોરોના મહામારીના કારણે ઘરે દીકરા તૈમૂર અલી ખાન અને પતિ સૈફ અલી ખાનની સાથે સમય વિતાવી રહી છે. તેને પ્રૉડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના નિવેદનને સોશ્યલ મીડિયા પર શેર કર્યુ છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા તેને લખ્યુ- કે તે ઇન્ડસ્ટ્રીની સાથે છે. તેને લખ્યું- પોતાની ઇન્ડસ્ટ્રીની સાથે છું, આની સાથે તેને દિલની ઇમોજી પણ શેર કરી છે.
કરીના કપૂરની સાથે સાથે દિયા મિર્જા, બિપાશા બાસુ, નિમ્રત કર, હંસલ મેહતા, રામ ગોપાલ વર્મા, અને બીજા કેટલાક પ્રૉડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના નિવેદનનુ સમર્થન કરી રહ્યાં છે. કરિના કપૂરે જોયા અખ્તરની પૉસ્ટ શેર કરી, જેમાં ગિલ્ડનુ નિવેદન છે, જેમાં બૉલીવુડને નકારાત્મક રીત બતાવનારાઓ વિરુદ્ધ ઉભા થવાની અપીલ કરવામાં આવી રહી છે.
ગિલ્ડે કહ્યું હતુ કે, સુશાંત સિંહ રાજપૂતની અચાનક થયેલા મોતનો કેટલાક લોકો ઉપયોગ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેના સભ્યોને બદનામ અને ગંદા કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement