શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુશાંતની 'દિલ બેચારા' જોઇને ભાવુક થયેલી આ એક્ટ્રસે લખી ઇમૉશનલ પૉસ્ટ, જાણો વિગતે
એક્ટ્રેસ કૃતિ સેનન તેની મોતનો સ્વીકાર નથી કરી રહી, તેને ફિલ્મના એક ડાયલૉગ 'ઇટ્સ નૉટ સેરી (યહ ઠીક નહીં હૈ)'થી રેફરન્સ લીધો છે. તેને ફિલ્મની અંતિમ ક્રેડિટ્સની કેટલીક તસવીરો શેર કરી છે, જો કે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મના બિહાઇન્ડ સીનની તસવીરો છે
મુંબઇઃ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને રેકોર્ડ લોકો જોઇ રહ્યા છે. આ લિસ્ટમાં હીરો -હીરોઇનો પણ સામેલ છે. એક્ટ્રેસ કૃતિ સેનને સુશાંતની છેલ્લી ફિલ્મ જોયા બાદ એક ઇમૉશનલ પૉસ્ટ કરી છે, તેને એક નૉટ લખી છે જે હ્રદયસ્પર્શી છે.
એક્ટ્રેસ કૃતિ સેનન તેની મોતનો સ્વીકાર નથી કરી રહી, તેને ફિલ્મના એક ડાયલૉગ 'ઇટ્સ નૉટ સેરી (યહ ઠીક નહીં હૈ)'થી રેફરન્સ લીધો છે. તેને ફિલ્મની અંતિમ ક્રેડિટ્સની કેટલીક તસવીરો શેર કરી છે, જો કે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મના બિહાઇન્ડ સીનની તસવીરો છે.
કૃતિએ વીડિયો શરે કરતા લખ્યું- યે ઠીક નહીં હૈ, ઔર યૈ બાત મે નહીં માનતી. ફિલ્મએ મારુ દિલ ફરી એકવાર તોડી નાંખ્યું છે. મે તને ફરીથી જીવતો થતા જોયો છે. મને ખબર છે કે આ ભૂમિકામાં તે ક્યાં ક્યાં પોતાનો ભાગ ભજવ્યો છે. અને હંમેશાની જેમ તારી સારી તે હતી, અને જેમાં તુ ચુપ હતો. તે ક્ષણ જેમાં તુ કંઇજ ના કહેતા પણ ઘણબધુ કહી ગયો.
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંધી સ્ટારર ફિલ્મ દિલ બેચારા 24 જુલાઇએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. ફિલ્મ જોયા બાદ બૉલીવુડ સ્ટાર્સે સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion