શોધખોળ કરો
Advertisement
આ અભિનેત્રીએ સસરા મહેશ ભટ્ટ પર લગાવ્યા ગંભીર આરોપ, બોલી- તે બૉલીવુડનો સૌથી મોટો ડૉન છે, તેને મને એકવાર.......
ફિલ્મ મેકર મહેશ ભટ્ટના ભાણા સુમિત સભરવાલની અભિનેત્રી પત્ની લવીના લોધે તાજેતરમાં જ મહેશ ભટ્ટ વિરુદ્ધ તેને બૉલીવુડના સૌથી મોટા ડૉન અને ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા સુમિતને બચાવવાનો આરોપ લગાવ્યો છે
મુંબઇઃ મહેશ ભટ્ટ પર હવે વધુ એક એક્ટ્રેસ લવીના લોધે ગંભીર આરોપોનો મારો શરૂ કરી દીધો છે. ફિલ્મ મેકર મહેશ ભટ્ટના ભાણા સુમિત સભરવાલની અભિનેત્રી પત્ની લવીના લોધે તાજેતરમાં જ મહેશ ભટ્ટ વિરુદ્ધ તેને બૉલીવુડના સૌથી મોટા ડૉન અને ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા સુમિતને બચાવવાનો આરોપ લગાવ્યો છે, તાજેતરમાં જ એક વીડિયો શેર કરીને આ આરોપ લગાવ્યા છે.
એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા લવીના લોધે ફક્ત તે આરોપોની જ નથી દોહરાવ્યા, પરંતુ તેને એ પણ કહ્યું કે, તેને તેના પતિ સુમિતનુ બૉલીવુડ સ્ટાર્સને ડ્રગ્સ સપ્લાય કરવાની વાત મહેશ ભટ્ટને જણાવી હતી. પણ મહેશ ભટ્ટ દ્વારા તેને ચુપ રહેવાની વૉર્નિંગ આપતા જીવથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.
લવીના લોધે કહ્યું તેને પોતાના પતિ સુમિતના ડ્રગ્સ સાથે જોડાયેલી તમામ કરતૂતોના કારણે કોર્ટમાં પતિ વિરુદ્ધ 2016માં છુટાછેડાની અરજી આપી રાખી છે, ત્યારબાદથી સુમિત, મહેશ ભટ્ટ અને બન્ને ભટ્ટ ભાઇઓની બહેન કુમકુમ સહગલ દ્વારા તેને ખુબ હેરાન કરવામાં આવી રહી છે, અને એક્ટિંગ કેરિયરને પણ ખતમ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, તેને એ પણ કહ્યું કે તેને પોતાના જ ઘરેથી કાઢી મુકવાની કોશિશો કરવામાં આવી રહી છે, એટલુ જ નહીં બહારથી મંગાવવામાં આવેલી રેશન અને બીજી વસ્તુઓને પણ તેના ઘર સુધી નથી પહોંડવામાં આવી રહી.
લવીના લોધે કહ્યું કે ભટ્ટ ભાઇઓને તેના માટે 20 વર્ષોથી કામ કરતા આવી રહેલા સુમિતના ડ્રગ્સના વેપારની પુરેપુરી માહિતી છે, અને સુમિતને ભટ્ટ ભાઇઓના આશીર્વાદ છે.
લવીના લોધે અભિનેત્રા અમાયા દસ્તૂર અને સપના પબ્બી જેવી અભિનેત્રીઓને પોતાના જ પતિ સુમિત દ્વારા ડ્રગ્સ આપવાની ખુદ જ સાક્ષી હોવાનુ એબીપી ન્યૂઝ સામે કહ્યુ હતુ. મહેશ ભટ્ટ અને અમાયરા દસ્તૂરના વકીલો દ્વારા લવીના લોધના આરોપોને પાયો વિહોણા બતાવવા અને કાયદેસરની કાર્યવાહી કરવાના નિવેદન પર લવીના લોધે એબીપી ન્યૂઝને કહ્યું કે તેને તે જ કહ્યું જે સત્ય છે, અને તે ખુદ આની સાક્ષી છે, અને આવામાં તેને કોઇ વાતનો ડર નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement