શોધખોળ કરો
સલમાનની આ હીરોઇને છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કારણ જાણીને તમે પણ દંગ રહી જશો
એક્ટ્રેસમાં સામેલ થનારી અભિનેત્રી સના ખાને એક મોટી જાહેરાત કરી દીધી છે, તેને ગુરુવારે એલાન કરી દીધુ કે તે હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી રહી છે
![સલમાનની આ હીરોઇને છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કારણ જાણીને તમે પણ દંગ રહી જશો Actress sana khan leaves film industry and says i will serve humanity and follow path સલમાનની આ હીરોઇને છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કારણ જાણીને તમે પણ દંગ રહી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/09171845/sana-khan-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઇલ તસવીર
મુંબઇઃ બૉલીવુડની એકસમયની હૉટ એક્ટ્રેસમાં સામેલ થનારી અભિનેત્રી સના ખાને એક મોટી જાહેરાત કરી દીધી છે, તેને ગુરુવારે એલાન કરી દીધુ કે તે હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી રહી છે. આ વાત તેને પોતાના સોશ્યલ મીડિયા દ્વારા કહી હતી. સના ખાન સલમાનની હીરોઇન પણ ગણાય છે તે ફિલ્મ જય હોમાં સલમાન સાથે કરી ચૂકી છે. સના ખાને ધર્મને આધાર માનતા બૉલીવુડ છોડવાનો નિર્ણય લીધો છે.
એક્ટ્રેસ સના ખાન બિગ બૉસ જેવા રિયાલિટી શૉમાં પણ દેખાઇ ચૂકી છે. સના ખાન સોશ્યલ મીડિયા પર એક લાંબી પૉસ્ટ લખી છે, જેમાં તેને ધર્મને આધાર માન્યો છે, અને કહ્યું કે તમામ ભાઇઓ અને બહેનો દરખાસ્ત કરુ છે કે હવે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઇપણ કામ માટે દાવત ના આપે. બહુ જ આભાર...
સના ખાનની આ પૉસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે. તેને પોતાની પૉસ્ટૉમાં લખ્યું- આ જિંદગી અસલમાં મર્યા પછીની જિંદગીને સારી બનાવવા માટે છે. અને તે આના કરતા સારી હશે. હવે બંદા પોતાને પેદા કરવાવાળાના હૂકમ પ્રમાણે જિંદગી પસાર કરે, અને ફક્ત દોલત અને શોહરતને પોતાનો ધ્યેય ના બનાવે પરતુ ગુનાઓની જિંદગીથી બચીને માણસાઇની ખિદમત કરે. એટલા માટે હુ આજે એ જાહેરાત કરુ છુ કે આજથી જ હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છોડીને ઇન્સાનિયતની ખિદમત અને પોતાને પેદા કરનારાના હૂકમ પર ચાલવાનો પાક્કો ઇરાદો કરુ છુ.
સના ખાને પોતાની પૉસ્ટમાં આગળ લખ્યુ- તમામ ભાઇઓ અને બહેનો મારી દરખાસ્ત છે કે તમે મારા માટે દુઓ કરો કે અલ્લા મારી ઇચ્છાઓને કબુલ કરે. આ રીતે મારા ખાલિદના હૂકમ પ્રમાણે, ઇન્સાનિયત જેવી જિંદગી પસાર કરવા ધ્યેય રાખુ છું. અંતમાં હુ દરેકને કહીશ કે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કોઇ પ્રપૉઝલ ના આપે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)