શોધખોળ કરો
Advertisement
અમિતાભ બચ્ચનના પરિવારમાં કઈ બે વ્યક્તિનો પણ કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ ? જાણો મોટા સમાચાર
અમિતાભ બચ્ચન અને અભિષેકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરિવારના સભ્યનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
મુંબઈ: બોલિવૂડના મહાનાયાક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારમાં વધુ બે વ્યક્તિનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હવે એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા પણ કોરોની સંક્રમિત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમિતાભ બચ્ચન અને અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરિવારના સભ્ય એશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા અને જયા બચ્ચનનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. હોસ્પિટલ અનુસાર, અમિતાભ બચ્ચની તબિયત સ્થિર છે. જો કે,બન્નેને સામાન્ય લક્ષણ છે. બીએમસી અમિતાભના ઘરને સેનેટાઈઝ કરવાનું કામ કરી રહી છે.
અમિતાભ બચ્ચને ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, મારો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. પરિવાર અને સ્ટાફના ટેસ્ટ કરાયા છે. 'છેલ્લા દસ દિવસમાં જેઓ મારા તેમજ પરિવારના સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાનો ટેસ્ટ કરાવી લેવો એવી વિનંતી' લક્ષણો દેખાતાં જ તેમણે તુરંત ટેસ્ટ કરાવ્યો હતો.
હાલમાં જ અભિષેક બચ્ચન એક ડબિંગ સ્ટૂડિયો ગયા હતા. તે દરમિયાન અહીં તેઓ વેબ સીરીઝ ‘બ્રીદ 2’ના કો એક્ટર અમિત સાધને મળ્યા હત્યા. એવામાં અમિત સાધને પણ ટ્વીટ કરીને કહ્યું છે કે, તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.
અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને જાણકારી આપી કે, તેઓ સારા છે અને કોઈને ઘબરાવાની જરૂર નથી. તેના આખા પરિવારને કોરોના પોઝિટિવ થઈ ગયો છે અને બીએમસી તેમના સંપર્કમાં છે. અભિષેક બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “ગઈ કાલે મારા પિતાજી અને હું કોરોનાથી સંક્રમિત થયા છે. અમને બન્નેને સામાન્ય લક્ષણ છે અને હોસ્પિટલમાં દાખલ છીએ.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement