IIFA 2023 Winner List:આઈફા એવોર્ડ્સમાં આ ફિલ્મોનો જલવો...જાણો કઈ બોલીવૂડ ફિલ્મને મળ્યો ક્યો એવોર્ડ ?
આઈફા એવોર્ડમાં ઘણી ફિલ્મો અને કલાકારો માટે ખુશીની ક્ષણો હતી ત્યારે ઘણાને નિરાશા પણ થઈ હતી. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'એ ત્રણ એવોર્ડ કબજે કર્યા હતા.

IIFA 2023: આઈફા એવોર્ડમાં ઘણી ફિલ્મો અને કલાકારો માટે ખુશીની ક્ષણો હતી ત્યારે ઘણાને નિરાશા પણ થઈ હતી. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'એ ત્રણ એવોર્ડ કબજે કર્યા હતા. આઈફા રોક નાઈટમાં આ ફિલ્મે ત્રણ ટેકનિકલ એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મને સુદીપ ચેટર્જી દ્વારા સિનેમેટોગ્રાફી, સંજય લીલા ભણસાલી અને ઉત્કર્ષિની વશિષ્ઠ દ્વારા પટકથા અને ઉત્કર્ષિની વશિષ્ઠ અને પ્રકાશ કાપડિયા દ્વારા સંવાદ માટે પુરસ્કારો મળ્યા હતા. શુક્રવારે રાત્રે અબુ ધાબીના યસ આઈલેન્ડ ખાતે આઈફાની ત્રણ દિવસના 23મા એડિશનની શરૂઆત થઈ હતી.
'ભૂલ ભુલૈયા 2' એ આ કેટેગરીમાં એવોર્ડ જીત્યો
'ગંગુબાઈ કાઠિયાવાડી' પછી કાર્તિક આર્યન અને કિઆરા અડવાણીની હોરર કોમેડી 'ભૂલ ભૂલૈયા 2', જેનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું હતું તેને પણ સફળતા મળી. ભુલ ભુલૈયા-2 ને ટાઈટલ ટ્રેકમાં બેસ્ટ સાઉન્ડ ડીઝાઈન માટે મંદાર કુલકર્ણી અને કોરિયોગ્રાફી માટે બોસ્કો સીઝરને એવોર્ડ મળ્યો હતો.
અજય દેવગનની આ ફિલ્મને મળ્યો એવોર્ડ
અજય દેવગનની ક્રાઈમ થ્રિલર 'દ્રશ્યમ 2'ને એડિટિંગ સાથે સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની એક્શન એડવેન્ચર 'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન-શિવા'ને પણ એવોર્ડ મળ્યા હતા. આ સાથે હૃતિક રોશન અને સૈફ અલી ખાનની 'વિક્રમ વેધા' અને રાજકુમાર રાવ, હુમા કુરેશી અને રાધિકા આપ્ટે અભિનીત 'મોનિકા ઓ માય ડાર્લિંગ'ને પણ એવોર્ડ મળ્યા હતા.
આ સેલેબ્સે શોમાં ધૂમ મચાવી હતી
આ કાર્યક્રમ દરમિયાન કોરિયોગ્રાફર અને દિગ્દર્શક ફરાહ ખાન અને રાજકુમારની સાથે અમિત ત્રિવેદી, બાદશાહ, સુનિધિ ચૌહાણ, સુખબીર સિંહ, પલક મુછલ અને યુલિયા વંતુરના પરફોર્મન્સે શોમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
રાજકુમારે દર્શકોને હસાવ્યા હતા
એવોર્ડ શોમાં સંગીત કાર્યક્રમની શરૂઆત પલક મુછલના ડાન્સ પરફોર્મન્સથી થઈ હતી. આ પછી ફરાહ ખાને પ્લેટફોર્મ પર પોતાનો ડાન્સ પણ કર્યો. આ સાથે રાજકુમાર રાવે 'મેં હૂં ના' ગીત વગાડતા સ્ટેજ સંભાળ્યું અને બંનેએ 'કુછ કુછ હોતા હૈ'નો એક સીન પણ રિક્રિએટ કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચેની મજેદાર કેમેસ્ટ્રીએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
બોલીવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ, રકુલ પ્રીત સિંહ અને નોરા ફતેહીનું શાનદાર પરફોર્મન્સ પણ એવોર્ડ શોમાં જોવા મળ્યું હતું. આ સાથે સુનિધિ ચૌહાણનો મધુર અવાજ અને બાદશાહનો દમદાર રેપ પણ સાંભળવા મળ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
