શોધખોળ કરો

Alia Bhatt : આલિયા ભટ્ટ ફરી એકવાર પ્રેગ્નેન્ટ? અભિનેત્રીએ પોતે જ આપ્યો સંકેત!!

આલિયાએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર આ નવી પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે તેના ચહેરાની સામે એક સુંદર ફૂલ પકડ્યું છે જેમાં બે ડંડા છે - તે 'બે' નું પ્રતીક છે.

Alia Bhatt Pregnancy : બોલિવુડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના એપ્રિલ 2022માં લગ્ન થયા હતા. લગ્નના બે જ મહિના બાદ અભિનેત્રી આલિયાએ જાહેરાત કરી કે તે માતા બનવાની છે. આલિયાએ તેની ગર્ભાવસ્થા બાદ નવેમ્બર 2022 માં અભિનેત્રીએ પુત્રી રાહા કપૂરને જન્મ આપ્યો હતો. 6 જાન્યુઆરી 2023ના રોજ રણબીર અને આલિયાની પુત્રી બે મહિનાની થઈ ગઈ છે અને દંપતીએ હજી સુધી પુત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. હવે આલિયાને લઈને ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. 

અભિનેત્રી આલિયા ભટ્ટ ફરી પ્રેગ્નન્ટ છે કે કેમ? શું  અભિનેત્રી ડિલિવરીના બે મહિના બાદ ફરી એકવાર માતા બનવા જઈ રહી છે? આલિયાની નવી પોસ્ટથી ફેન્સને શંકા ગઈ છે અને ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે અભિનેત્રીએ પણ આ અંગે મૌન સેવી લીધું છે.

આલિયા ભટ્ટ આજકાલ તેના કામની સાથે સાથે તેની પુત્રીને લઈને પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રીની નાનકડી પરી રાહા કપૂર કેવી દેખાય છે, તે શું કરે છે અને તેની પસંદ-નાપસંદ શું છે, ચાહકો બધું જાણવા માંગે છે. પરંતુ શું ચાહકોનું ધ્યાન હવે રાહા કરતાં વધુ કોઈ અન્ય તરફ જઈ રહ્યું છે? શું આલિયા તેને ફરીથી સારા સમાચાર આપશે? આલિયાની દીકરીને નાની બહેન કે ભાઈ મળશે?

ફરીથી પ્રેગ્નેંટ છે આલિયા ભટ્ટ?
 
ઉલ્લેખનીય છે કે, આલિયાએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર આ નવી પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે તેના ચહેરાની સામે એક સુંદર ફૂલ પકડ્યું છે જેમાં બે ડંડા છે - તે 'બે' નું પ્રતીક છે. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં પણ લખ્યું છે - 2.0 સ્ટે ટ્યુન (2.0 Stay Tuned). આ પોસ્ટ પરથી ચાહકોને લાગે છે કે, આલિયા કદાચ ફરી એકવાર માતા બનવા જઈ રહી છે અને ફરી ગર્ભવતી બની છે. આ કૅપ્શનના ઘણા અર્થો હોઈ શકે છે જેમાંથી આ પણ એક છે.

આ અભિનેત્રીઓને લઈને પણ વહેતી થઈ હતી અફવા

સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાને બે પુત્રોને જન્મ આપ્યો છે અને થોડા સમય પહેલા તેના એક ફોટો પર તેની ત્રીજી પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા હતા. અભિનેત્રીએ તેમને ફગાવી દીધા અને કહ્યું કે આ પાસ્તા અને વાઇનનું પરિણામ છે, તે ગર્ભવતી નથી. તો 
આલિયા ભટ્ટની મિત્ર અને અભિનેત્રી અનુષ્કા રંજનની પ્રેગ્નન્સીના સમાચાર પણ સામે આવ્યા હતા, પરંતુ એકાદ-બે દિવસમાં કપલે સ્પષ્ટ કરી દીધું હતું કે આ અહેવાલો ખોટા છે અને તે અત્યારે ગર્ભવતી નથી.

તેવી જ રીતે બચ્ચન પરિવારની પુત્રવધૂ, અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન બીજી વખત ગર્ભવતી હોવાના અહેવાલો ઘણી વખત આવ્યા છે, પરંતુ આ અહેવાલોની ક્યારેય પુષ્ટિ થઈ નથી અને તે ખોટા સાબિત થયા હતાં. વિક્કી કૌશલ સાથેના લગ્ન બાદ કેટરીના કૈફની પ્રેગ્નન્સીના સમાચારો ચર્ચામાં છે. અભિનેત્રી તાજેતરમાં એક એવોર્ડ ફંક્શનમાં પણ જોવા મળી હતી જ્યાં ચાહકોએ તેનો બેબી બમ્પ જોવા મળ્યો હતો. કેટરીનાએ આ અહેવાલોને ન તો સમર્થન આપ્યું છે કે ન તો નકારી કાઢ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget