શોધખોળ કરો
અમિતાભ બચ્ચનની કઈ પોસ્ટથી આ યુવતી થઈ ગઈ નારાજ, બચ્ચન સામે શું કર્યો આક્ષેપ?
ફેસબુક પૉસ્ટને લઇન હજુ સુધી અમિતાભ બચ્ચને કોઇ પ્રતિક્રિયા આપી નથી. ટીશાએ આ અંગે પગલાં લેવાની વાત કહી છે, પરંતુ તેનો કોઇ ખુલાસો નથી કર્યો

ફાઇલ તસવીર
મુંબઇઃ બૉલીવુડની મહાનાયક ગણાતા બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન પર એક યુવતીએ ગંભીર આરોપ લગાવ્યો છે, તેને બિગ બી પર પોતાની કવિતા ચોરવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા એક કવિતા પોસ્ટ કરી હતી, જેને લઇને હવે વિવાદ થયો છે. અમિતાભ બચ્ચને પૉસ્ટ કરેલી કવિતા..... थोड़ा पानी रंज का उबालिये खूब सारा दूध खुशियों का थोड़ी पत्तियां ख्यालों की.. थोड़े गम को कूटकर बारीक, हंसी की चीनी मिला दीजिये.. उबलने दीजिये ख्वाबों को कुछ देर तक..! यह जिंदगी की चाय है जनाब.. इसे तसल्ली के कप में छानकर घूंट घूंट कर मजा लीजिये…!! અમિતાભ બચ્ચનની આ કવિતા પર વિવાદ થયો છે, ખરેખરમાં ટીશા અગ્રવાલ નામની યુવતીએ દાવો કર્યો છે કે તે બિગ બીએ પૉસ્ટ કરેલી આ કવિતા તેની છે. તેને બિગ બીની ફેસબુક પોસ્ટની નીચે કોમેન્ટ કરી લખ્યું છે કે તેણે આ કવિતાનો શ્રેય આપવામાં આવે. ટીશાએ તેના ફેસબુક પોસ્ટમાં લખ્યું – જ્યારે અમિતાભ બચ્ચન તમારી પોસ્ટની કોપી કરે અને ક્રેડિટ પણ ન આપે. ખુશ થવાનું કે રડવાનું… ટીશાનું કહેવું છે કે આ કવિતા 24 એપ્રિલ 2020એ તેણે લખી હતી. આ કવિતાને તેણે ફેસબુક પર પણ પોસ્ટ કરી હતી. ટીશા ખુદ એક કવિયિત્રી છે અને ખાસ કરીને ફેસબુક પર આ પ્રકારની કવિતાઓ લખ્યા કરે છે. ફેસબુક પૉસ્ટને લઇન હજુ સુધી અમિતાભ બચ્ચને કોઇ પ્રતિક્રિયા આપી નથી. ટીશાએ આ અંગે પગલાં લેવાની વાત કહી છે, પરંતુ તેનો કોઇ ખુલાસો નથી કર્યો.
ફાઇલ તસવીર
ફાઇલ તસવીર વધુ વાંચો





















