શોધખોળ કરો
Advertisement
ભૂમિ પેડનેકરની કૉમેન્ટથી ચકરાઇ ગયો અમિતાભ બચ્ચન, બોલ્યો- શું થાય છે આ શબ્દનો અર્થ......
અભિનેત્રી ભૂમિ પેડનેકરે બીગબીને પૉસ્ટ પર એક કૉમેન્ટ કરી અને બીગ બીને પ્રસંશા કરી, પરંતુ બીગબીને તેમની પ્રસંશામાં કહેલો એક શબ્દ અટપટો લાગ્યો, સમજાયો નહીં. અને તે ચર્ચાનો વિષય બની ગયો હતો. ખરેખરમાં, અમિતાભ બચ્ચને ભૂમિને તે શબ્દનો અર્થ પુછ્યો હતો
મુંબઇઃ લૉકડાઉનનો સમય છે બૉલીવુડ સ્ટાર્સ હંમેશા માટે સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે. ખાસ કરીને બૉલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન, બચ્ચન અવારનવાર અજીબોગરીબ પૉસ્ટ કરીને ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય ઉભો કરે છે. હવે અમિતાભ બચ્ચન ખુદ ચર્ચાનો વિષય બન્યા છે, કેમકે બચ્ચન એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની એક કૉમેન્ટથી ચકરાઇ ગયા છે.
અભિનેત્રી ભૂમિ પેડનેકરે બીગબીને પૉસ્ટ પર એક કૉમેન્ટ કરી અને બીગ બીને પ્રસંશા કરી, પરંતુ બીગબીને તેમની પ્રસંશામાં કહેલો એક શબ્દ અટપટો લાગ્યો, સમજાયો નહીં. અને તે ચર્ચાનો વિષય બની ગયો હતો. ખરેખરમાં, અમિતાભ બચ્ચને ભૂમિને તે શબ્દનો અર્થ પુછ્યો હતો.
ખરેખરમાં, ભૂમિએ બીગની એક પૉસ્ટ પર કૉમેન્ટ કરી, 44 વર્ષમાં તમે મૉસ્ટ બૉલર શખ્સ છો. અમિતાભ બચ્ચનને બૉલર શબ્દનો અર્થ ખબર ના પડી, અમિતાભે ભૂમિ પેડનેકરને કૉમેન્ટમાં રિપ્લાય કર્યુ 'અરે ભૂમિ.... શું છે "બૉલર" ક્યારનોય પુછી રહ્યો છું કોઇ કહેતુ જ નથી.
જોકે, બિગ બીની આ કૉમેન્ટ બાદ તેમના ફેન્સે આ બૉલર શબ્દોનો અર્થ બતાવ્યો હતો. તેમને કહ્યું બૉલરનો અર્થ છે બહુ જ સારુ, પ્રભાવશાળી અને ખુબ સરસ થાય છે. આ સિલસિલો ત્યારે શરૂ થયો જ્યારે અમિતાભ બચ્ચને પોતાની 44 વર્ષ પહેલાની ફિલ્મની તસવીર અને આજના સમયની ફિલ્મની તસવીરની સરખામણી વાળી એક પૉસ્ટ શેર કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
દુનિયા
Advertisement