તેના પર એક મહિલાને લગ્નની ખોટી લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાનો ગંભીર આરોપ છે. કર્ણાટકની એક મેડિકલ સ્ટુડન્ટે તેની સામે ફરિયાદ નોંધાવી હતી.
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
કર્ણાટકની મેડિકલ સ્ટુડન્ટની ફરિયાદ બાદ બંગાળની મોગરા પોલીસે મોડી રાત્રે કરી કાર્યવાહી; જાણો સમગ્ર વિવાદ અને અભિષેકનું ક્રિકેટ કરિયર.

- દિલ્હી કેપિટલ્સના ક્રિકેટર અભિષેક પોરેલની હુગલીમાં ધરપકડ.
- લગ્નના ખોટા વચનો આપી શારીરિક સંબંધનો ગંભીર આરોપ.
- મેડિકલ સ્ટુડન્ટની ફરિયાદ બાદ IPC અને IT એક્ટ હેઠળ કેસ.
- કોર્ટના આદેશથી પોલીસે ધરપકડ કરી, આજે કોર્ટમાં રજૂ થશે.
abishek porel arrested: IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા અને બંગાળના યુવા ક્રિકેટર અભિષેક પોરેલ મુશ્કેલીમાં મુકાયા છે. મંગળવારે (11 ઓગસ્ટ) પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં પોલીસે આ સ્ટાર ભારતીય ખેલાડીની ધરપકડ કરી લીધી છે. અભિષેક પર એક મહિલાને લગ્નની ખોટી લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પોરેલની ધરપકડ થઈ હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે અભિષેક મૂળ પશ્ચિમ બંગાળનો જ રહેવાસી છે અને ત્યાંની સ્થાનિક ટીમ માટે રમે છે. હુગલી (ગ્રામીણ)ના પોલીસ અધિક્ષક (SP) કુનાર ભૂષણ સિંહે માહિતી આપતા કહ્યું કે, ક્રિકેટર સામે અગાઉથી જ કેસ નોંધવામાં આવ્યો હતો અને કોર્ટના આદેશ બાદ ગઈકાલે સોમવારે મોડી રાત્રે તેની અટકાયત કરવામાં આવી હતી. આજે તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
મોગરા પોલીસે કરી કાર્યવાહી
આ સમગ્ર કાર્યવાહી મોગરા પોલીસ દ્વારા કરવામાં આવી છે. સોમવારે મોડી રાત્રે ધરપકડ કર્યા બાદ મંગળવારે તેને ચિનસુરાહ કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુવા ક્રિકેટર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 69 તેમજ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મેડિકલ સ્ટુડન્ટે નોંધાવી હતી ફરિયાદ
આ વિવાદની શરૂઆત 23 જૂનના રોજ થઈ હતી. કર્ણાટકની એક મેડિકલ સ્ટુડન્ટે મોગરા પોલીસ સ્ટેશનમાં જઈને અભિષેક પોરેલ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીનો દાવો છે કે તે અને અભિષેક છેલ્લા 3.5 વર્ષથી રિલેશનશિપમાં હતા અને બંને ભવિષ્યમાં લગ્ન કરવાનું પણ પ્લાનિંગ કરી રહ્યા હતા.

ફરિયાદ મળ્યા બાદ પોલીસે તરત જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ચંદનનગરમાં આવેલા અભિષેકના ઘરે ઘણીવાર મુલાકાત લીધી હતી, પરંતુ તે સમયે પોરેલ મળી આવ્યો ન હતો. આ સમગ્ર વિવાદ અને ધરપકડ અંગે પોરેલના પરિવાર તરફથી હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા કે નિવેદન સામે આવ્યું નથી.
કેવું રહ્યું છે અભિષેક પોરેલનું કરિયર?
જો અભિષેક પોરેલના ક્રિકેટ આંકડાઓ પર નજર કરીએ તો, બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર આ ખેલાડીએ અત્યાર સુધીમાં 32 ફર્સ્ટ-ક્લાસ મેચ, 23 લિસ્ટ-A મેચ અને 61 T20 મેચો રમી છે. તે વર્ષ 2023થી IPLનો પણ નિયમિત હિસ્સો છે અને અત્યાર સુધીમાં આ ટુર્નામેન્ટમાં 35 મેચ રમી ચૂક્યો છે. તેના રનની વાત કરીએ તો, તેણે ફર્સ્ટ-ક્લાસમાં 1408 રન, લિસ્ટ-Aમાં 833 રન અને T20માં 1590 રન બનાવ્યા છે. જ્યારે IPLની 33 ઇનિંગ્સમાં તેના નામે 769 રન નોંધાયેલા છે.
Frequently Asked Questions
અભિષેક પોરેલની ધરપકડ શા માટે કરવામાં આવી?
અભિષેક પોરેલ પર કોણે ફરિયાદ નોંધાવી છે?
કર્ણાટકની એક મેડિકલ સ્ટુડન્ટે મોગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે દાવો કર્યો કે તેઓ 3.5 વર્ષથી રિલેશનશિપમાં હતા.
અભિષેક પોરેલ પર કઈ કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે?
તેના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 69 અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



















