Ankita Lokhandeએ શેર કર્યો Sushant Singh Rajput સાથેની મુલાકાતનો એક કિસ્સો, જાણો દિવગંત એક્ટ્રેસ વિષે શું કહ્યું
ટીવીની ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડે એકવાર ફરી દિવંગત એક્ટર અને તેમના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતા એક કિસ્સો શેર કર્યો છે
એક્ટ્રેસ અંકિતા લોખંડેએ દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથેની તેમની એક મુલાકાત વિશે વાત કરી હતી.
ટીવીની ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડે એકવાર ફરી દિવંગત એક્ટર અને તેમના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યાં છે. અંકિતાએ સુશાંત સિંહની સાથેની તેમની પહેલી મુલાકાત યાદ કરી હતી. તેમણે કહ્યું કે, મારી તેમની સાથેની પહેલી મુલાકાત ખૂબ જ અજીબ રહી હતી. આ સાથે અંકિતાએ એક ઘટનાનો પણ ખુલાસો કર્યો હતો. જેના કારણે સુશાંત સિંહ રાજપૂતને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો.
View this post on Instagram
અંકિતાએ સંભળાવ્યો સુશાંતનો કિસ્સો
ધ ક્વિન્ટને આપેલા ઇન્ટરવ્યુમાં અંકિતાએ સુશાંત સિંહ રાજપૂત વિશે કેટલીક વાતો શેર કરી હતી. તેમણે તેમની પહેલી મુલાકાત યાદ કરતા કહ્યું કે,.તે સમયે સુશાંત ખૂબ જ ગુસ્સોમાં હતો.
અંકિતાએ સંભળાવ્યો સુશાંતનો પહેલો કિસ્સો
ધ ક્વિન્ટને આપેલા ઇન્ટરવ્યુમાં અંકિતાએ સુશાંત સિંહ રાજપૂત વિશે કેટલીક વાતો શેર કરી હતી. તેમણે તેમની પહેલી મુલાકાત યાદ કરતા કહ્યું કે,.તે સમયે સુશાંત ખૂબ જ ગુસ્સોમાં હતો.તેમણે કહ્યું કે સુશાંત શાહિરની જેમ ખૂબ જ ચૂપ રહેતો હતો. તે માત્ર તમનું કામ કરતો રહેતો. આ રીતે સુશાંતે પણ તેમના દમ પર સફળતા હાંસિલ કરી હતી. મને યાદ છે કે, અમે એક પ્રોમો શૂટ કરવા માંગતા હતા અને સુશાંત મને મારા ઘરે લેવા માટે આવ્યાં હતા. મારી હેરસ્ટાઇલ અને મેકઅપ સવારે 4 વાગ્યાથી થઇ રહ્યાં હતા અને સુશાંત મારી પાસે પહોંચી ગયો હતો.
સુશાંતને આ કારણે આવ્યો હતો ગુસ્સો
તેમણે કહ્યું કે, પ્રોમો શૂટ માટે હું છેક સવારે 6 વાગ્યે નીચે આવી અને આ કારણે સુશાંત ખૂબ જ ગુસ્સામાં હતો. નીચે આવ્યાં બાદ હુ મારી માતા સાથે કારની પાછળીની સીટમાં બેસી ગઇ હતી અને ઊંઘી ગઇ હતી. આ કારણે તે એટલો ગુસ્સામાં હતો કે, પહેલા તો હું લેટ આવી અને પછી હું ઉંઘવા જતી રહીશ. ત્યારબાદ તેમણે ડ્રાઇવર પાસેથી કાર લીધી અને રેશ ડ્રાઇવિંગ કરી. “મને સમજાતું નથી કે, તેઓ આવું કેમ કરે છે. જો કે આ સમયે મારી માએ કહ્યું કે, તે ખૂબ જ ગુસ્સામાં છે.