(Source: ECI/ABP News/ABP Majha)
The Lady Killer Trailer: અર્જુન અને ભૂમિની 'ધ લેડી કિલર'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, જાણો ક્યા દિવસે થશે રિલીઝ
The Lady Killer Trailer Out Now: બોલિવૂડના હેન્ડસમ હંક અર્જુન કપૂર અને અભિનેત્રી ભૂમિ પેડનેકર તેમની આગામી ફિલ્મ 'ધ લેડી કિલર' માટે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આજે એટલે કે રવિવારે મેકર્સે ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે.
The Lady Killer Trailer Out Now: બોલિવૂડના હેન્ડસમ હંક અર્જુન કપૂર અને અભિનેત્રી ભૂમિ પેડનેકર તેમની આગામી ફિલ્મ 'ધ લેડી કિલર' માટે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. આજે એટલે કે રવિવારે મેકર્સે ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે અને ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે આ ફિલ્મ દર્શકોને મિસ્ટ્રી અને રોમાંચનો સંપૂર્ણ ડોઝ આપવા જઈ રહી છે.
અર્જુન કપૂરની ફિલ્મ 'ધ લેડી કિલર'નું ટ્રેલર રિલીઝ
ફિલ્મ 'ધ લેડી કિલર'નું આ ટ્રેલર 2 મિનિટ અને 22 સેકન્ડનું છે. જેની શરૂઆત અર્જુન કપૂરથી થાય છે. ફિલ્મમાં અર્જુન નવા શહેરમાં રહેવા જાય છે. જ્યાં તેની મુલાકાત અભિનેત્રી ભૂમિ પેડનેકર સાથે થાય છે. ટ્રેલરમાં અર્જુન ડેશિંગ લુકમાં જોવા મળી રહ્યો છે. સાથે જ ભૂમિ પણ અર્જુનને ટક્કર આપી રહી છે. ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર અપલોડ થતાં જ દરેક લોકો અર્જુનની એક્ટિંગના વખાણ કરતા જોવા મળે છે.
આ દિવસે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે
તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર 'ધ લેડી કિલર' દ્વારા પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. ટ્રેલરમાં બંનેની કેમેસ્ટ્રી પણ દર્શકોને પસંદ આવી રહી છે. આ જોઈને કેટલાક યૂઝર્સ એવું પણ કહે છે કે આ ફિલ્મ અર્જુનના કરિયરમાં મોટી હિટ સાબિત થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન અજય બહલે કર્યું છે. જે 3જી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. થિયેટર ઉપરાંત અર્જુનની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર પણ રિલીઝ થશે.
અર્જુન કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની લવ લાઈફ માટે વધુ હેડલાઈન્સ બનાવે છે. આ દિવસોમાં અભિનેતા તેના કરતા ઘણી મોટી અભિનેત્રી મલાઈકા અરોરાને ડેટ કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા અર્જુને તેને તેના જન્મદિવસ પર ખૂબ જ ખાસ રીતે શુભેચ્છા પણ પાઠવી હતી.
View this post on Instagram
અંતરા મારવાહ મલાઈકા અરોરાની ખૂબ સારી મિત્ર છે. જન્મદિવસને ખાસ બનાવવા માટે અંતરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સ્ટીમી ડાન્સ વીડિયો શેર કર્યો. આ વીડિયો શેર કરતી વખતે અંતરાએ લખ્યું- 'શાનદાર વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા..' હવે અંતરા દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.