શોધખોળ કરો

Saif Ali Khan: 8 પાત્ર, 8 ખુલાસા... સૈફ અલી ખાન પરના હુમલાનું રહસ્ય વધુ ઘરાયું, હજુ પણ વણઉકેલાયેલા છે આ સવાલો

Saif Ali Khan Attack: પોલીસ બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ કરી રહી છે. આ દરમિયાન, સૈફની સારવાર કરી રહેલા ડોક્ટરોનું કહેવું છે કે તે હવે ખતરાની બહાર છે.

Saif Ali Khan Attack: બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર 15 જાન્યુઆરીની રાત્રે હુમલો થયો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના પર છ વાર છરી વડે હુમલો કર્યો. છ ઇજાઓમાંથી બે ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘા તેની કરોડરજ્જુની નજીક હતા.

આ ઘટના સવારે 2:15 વાગ્યે બની હતી. ચોર બાંદ્રામાં સૈફના આલીશાન ઘરમાં ઘૂસી ગયો અને તેની નોકરાણી પર હુમલો કર્યો, પછી જ્યારે સૈફે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેના પર પણ હુમલો કર્યો. ઘટના સમયે કરીના તેના બે બાળકો તૈમૂર અને જેહ સાથે ઘરે હાજર હતી. આ ઘટનામાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ પણ કરી છે.

પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી

આ કેસમાં બાંદ્રા પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ આ મામલે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. જોકે, હજુ સુધી પોલીસે આ ધરપકડ અંગે કોઈ માહિતી આપી નથી. પોલીસે સૈફ અલી ખાનના ઘરમાં કામ કરતા કર્મચારીઓની પણ પૂછપરછ કરી છે. આ ઉપરાંત પોલીસે તેના ઘરે કામ કરતા મજૂરોની પણ પૂછપરછ કરી છે. પોલીસને શંકા છે કે હુમલાખોર ઘરમાં કામ કરતા કોઈને ઓળખતો હતો. તેને ખબર હતી કે સૈફ અલી ખાનનું ઘર કયા માળે છે.

તે જ સમયે, અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે શાહરૂખ ખાન સાથે જોડાણ બહાર આવ્યું છે. શાહરૂખ ખાનના ઘરની મન્નતની પણ રેકી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે અને એક વ્યક્તિએ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને શંકા છે કે શાહરૂખના ઘરે રેકી કરનાર અને સૈફ પર હુમલો કરનાર વ્યક્તિ એ જ વ્યક્તિ છે.

 સીસીટીવી ફૂટેજ આવ્યા સામે?

આરોપીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજ એ જ બિલ્ડિંગના બીજા ફ્લેટના કેમેરા દ્વારા કેદ કરાયેલો વીડિયો હતો. બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજમાં આરોપી દેખાતો નહોતો. પ્રશ્ન એ છે કે એવું કેવી રીતે શક્ય છે કે કોઈ વ્યક્તિ ઇમારતમાં પ્રવેશ કરે અને તેના ફૂટેજ બહાર ન આવે.

પોલીસે છરીનો ટુકડો જપ્ત કર્યો

પોલીસે બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાનના શરીરમાંથી સર્જરી પછી કાઢવામાં આવેલ છરીનો ટુકડો જપ્ત કર્યો છે. રિપોર્ટ અનુસાર, છરીનો તીક્ષ્ણ ભાગ સૈફ અલી ખાનના શરીરમાં ઘૂસી ગયો હતો, જેને સર્જરી દરમિયાન ડોક્ટરોએ કાઢી નાખ્યો હતો. પોલીસે એક ટુકડો જપ્ત કર્યો છે.

નવો વિડીયો સામે આવ્યો

સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને ચાકુ મારનાર શંકાસ્પદ વ્યક્તિનું નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં, શંકાસ્પદ વ્યક્તિ, પોતાનો ચહેરો ઢાંકેલો, રાત્રે લગભગ 1:30 વાગ્યે ફાયર એક્ઝિટ દ્વારા ઇમારતમાં પ્રવેશતો જોઈ શકાય છે.

પોલીસે જાહેર કરેલા સીસીટીવી ફૂટેજમાં, તે વ્યક્તિ ટી-શર્ટ અને જીન્સ પહેરેલો, હાથમાં બેગ અને ખભા પર નારંગી રંગનો સ્કાર્ફ લઈને ફરતો જોઈ શકાય છે. વીડિયોમાં તે સીડીઓ ચઢતો દેખાય છે. આ સમય દરમિયાન તે આસપાસના રૂમો તરફ જોઈ રહ્યો છે. આ વીડિયોમાં, શંકાસ્પદ વ્યક્તિએ શરૂઆતમાં જૂતા પહેર્યા ન હતા, પરંતુ ઇમારતમાંથી બહાર નીકળતી વખતે તેણે જૂતા પહેર્યા હતા. આવી સ્થિતિમાં, પોલીસને શંકા છે કે ગુનેગાર બેગમાં જૂતા લાવ્યો હશે.

સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની

સમગ્ર ઘટના અંગે વાત કરતાં ઓટો ડ્રાઈવરે કહ્યું, 'અમે આવી રહ્યા હતા ત્યારે અમને એક અવાજ સંભળાયો. દૂરથી એક કાકી આવી રહી હતી, તેથી તેમણે બૂમ પાડી, રિક્ષા-રિક્ષા.' તો હું પણ ડરી ગયો. પછી ગેટમાંથી પણ અવાજ આવ્યો. તેથી મેં યુ-ટર્ન લીધો અને ગેટ તરફ ગયો અને ત્યાં ગાડી ઉભી રાખી.

ડ્રાઈવરે આગળ કહ્યું, 'તે સમયે મેં તે સૈફ અલી ખાનને જોયો નહોતો.' તેણે પેન્ટ અને કુર્તો પહેર્યો હતો, બધું લોહીથી લથપથ હતું. આખા શરીર પર ઘા હતા. આ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. તે પછી જ્યારે અમે હૉસ્પિટલ પહોંચ્યા, ત્યારે અમે તેમને ઇમરજન્સી ગેટ સુધી લઈ ગયા. ત્યાં એક એમ્બ્યૂલન્સ ઉભી હતી. એમ્બ્યૂલન્સ પાછળ હટી ગઈ અને પછી રિક્ષા બાજુમાં ઉભી રહી. પછી મેં જોયું કે તે એક સ્ટાર હતો અને તે પણ આવી હાલતમાં.

નાનું બાળક હતુ સૈફ અલી ખાનની સાથે 
ડ્રાઇવરે બતાવ્યું- 'સૈફ ખુદ ચાલીને આવ્યો હતો, ઘણાબધા લોકો હતા સાથે. લેડીઝ પણ હતી. નાનું બાળક પણ હતુ તેમની સાથે. કદાચ તેમનું બાળક હશે. રીક્ષામાંથી ઉતરીને તે પણ ખુદ ચાલવા લાગ્યા. તેમના ગળાના ભાગે ઇજા થઇ હતી, પીઠ પર પણ વાગ્યુ હતુ. એવુ લાગ્યુ કે લોહી વધુ નીકળી ગયુ હતુ. જ્યારે ઉતર્યા ત્યારે લાલ જ લાલ દેખાઇ રહ્યું હતું. ત્રણ લોકો હતા. મે રીક્ષા ભાડુ પણ ના લીધુ. સૈફ અલી ખાન જરાય ડરેલો ન હતો. આરામથી રીક્ષામાંથી ઉતર્યો જેમ કે આપસી મામલો હોય. એકબીજા સાથે ઇંગ્લિશમાં વાત કરી રહ્યાં હતા. ઓટોમાં સૈફની સાથે બે લોકો બીજા પણ હતા. એક નાનુ બાળક અને એક પુરુષ. સૈફ પોતાના બાળક સાથે સતત વાત કરી રહ્યા હતા.' ડ્રાઈવરે કહ્યું, 'હૉસ્પિટલ પહોંચ્યા પછી, સૈફે ત્યાંના સ્ટાફને કહ્યું કે હું સૈફ અલી ખાન છું.' સ્ટ્રેચર જલ્દી લાવો.

સૈફ ખતરામાંથી બહાર 

સૈફની સારવાર કરી રહેલા ડોક્ટરોનું કહેવું છે કે તે હવે ખતરાની બહાર છે. સૈફને ICU વોર્ડમાંથી ખાસ રૂમમાં ખસેડવામાં આવ્યો છે. લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે જો સૈફ અલી ખાનના શરીરમાંથી કાઢવામાં આવેલો છરી 2 મીમી ઊંડે સુધી ઘૂસી ગઈ હોત, તો તે અભિનેતાના કરોડરજ્જુને નુકસાન પહોંચાડી શક્યો હોત.

આ પણ વાંચો....

ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget