ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ધરતી પુત્ર નંદિની સિરિયલથી ખ્યાતિ મેળવનાર 23 વર્ષીય અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન થયું છે.

Aman Jaiswal Passed Away: ધરતી પુત્ર નંદિની સિરિયલથી ખ્યાતિ મેળવનાર 23 વર્ષીય અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. આ ટીવી સિરિયલના લેખક ધીરજ મિશ્રાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પર આ અકસ્માતની પુષ્ટિ કરી છે.
તેમણે જણાવ્યું કે અમન ઓડિશન માટે જઈ રહ્યો હતો અને જોગેશ્વરી હાઈવે પર એક ટ્રકે તેની બાઇકને ટક્કર મારી હતી.
અભિનેતાના મિત્રએ માહિતી આપી હતી કે અમન શૂટિંગમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. મુંબઈના જોગેશ્વરી હાઈવે પર તેમની બાઇકને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માત સમયે અભિનેતા બાઇક પર હતો. અમનના મિત્ર અભિનેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, અભિનેતાને કામા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં અકસ્માતના અડધા કલાક પછી તેનું મૃત્યુ થયું હતું. અમન જયસ્વાલ ટીવી શો ધરતીપુત્ર નંદિનીમાં તેમના કામ માટે જાણીતો હતો.
View this post on Instagram
અકસ્માતના અડધા કલાકમાં અભિનેતાનું મોત થયું હતું
અમનના મિત્રને ટાંકીને TOIએ લખ્યું છે કે - અભિનેશ મિશ્રાએ જણાવ્યું કે અભિનેતાને કામા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અકસ્માતના અડધા કલાક બાદ તેનું મોત નીપજ્યું હતું. અમન ટીવી શો ધરતીપુત્ર નંદિનીની ભૂમિકા માટે જાણીતો હતો.
અમન જયસ્વાલ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેતો હતો
અમન જયસ્વાલના તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 65.7 હજાર ફોલોઅર્સ છે. તે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલ રહે છે. તેણે નવા વર્ષમાં એક વીડિયો પોસ્ટ કરીને વર્ષ 2025 વિશેના પોતાના વિચારો પણ તેના ચાહકો સાથે શેર કર્યા હતા.
વીડિયો શેર કરતી વખતે અમાને લખ્યું, "નવા સપના અને અનંત સંભાવનાઓ સાથે 2025માં પગ મૂકી રહ્યો છું."
અમન ક્યાંનો રહેવાસી હતો ?
અમન ઉત્તર પ્રદેશના બલિયાનો રહેવાસી હતો. તેણે ધરતીપુત્ર નંદિનીની મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત તેમણે પુણ્યશ્લોક અહલ્યાબાઈમાં પણ ભૂમિકા ભજવી છે. આ શો 2021 થી 2023 ની વચ્ચે આવ્યો હતો. મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અમન જયસ્વાલ સરગુન મહેતાના શો ઉડારિયાનો પણ ભાગ રહી ચૂક્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
