Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
Saif Ali Khan Attack: ડ્રાઇવરે બતાવ્યું- 'સૈફ ખુદ ચાલીને આવ્યો હતો, ઘણાબધા લોકો હતા સાથે. લેડીઝ પણ હતી. નાનું બાળક પણ હતુ તેમની સાથે. કદાચ તેમનું બાળક હશે

Saif Ali Khan Attack: ગુરુવારે સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પછી તે લોહીથી લથપથ ઓટો રિક્ષામાં હૉસ્પિટલ પહોંચ્યો. હવે તે ઓટો ડ્રાઈવરે તે રાત્રે શું બન્યું તેની આખી વાત જણાવી છે.
સમગ્ર ઘટના અંગે વાત કરતાં ઓટો ડ્રાઈવરે કહ્યું, 'અમે આવી રહ્યા હતા ત્યારે અમને એક અવાજ સંભળાયો. દૂરથી એક કાકી આવી રહી હતી, તેથી તેમણે બૂમ પાડી, રિક્ષા-રિક્ષા.' તો હું પણ ડરી ગયો. પછી ગેટમાંથી પણ અવાજ આવ્યો. તેથી મેં યુ-ટર્ન લીધો અને ગેટ તરફ ગયો અને ત્યાં ગાડી ઉભી રાખી.
ડ્રાઈવરે આગળ કહ્યું, 'તે સમયે મેં તે સૈફ અલી ખાનને જોયો નહોતો.' તેણે પેન્ટ અને કુર્તો પહેર્યો હતો, બધું લોહીથી લથપથ હતું. આખા શરીર પર ઘા હતા. આ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. તે પછી જ્યારે અમે હૉસ્પિટલ પહોંચ્યા, ત્યારે અમે તેમને ઇમરજન્સી ગેટ સુધી લઈ ગયા. ત્યાં એક એમ્બ્યૂલન્સ ઉભી હતી. એમ્બ્યૂલન્સ પાછળ હટી ગઈ અને પછી રિક્ષા બાજુમાં ઉભી રહી. પછી મેં જોયું કે તે એક સ્ટાર હતો અને તે પણ આવી હાલતમાં.
નાનું બાળક હતુ સૈફ અલી ખાનની સાથે
ડ્રાઇવરે બતાવ્યું- 'સૈફ ખુદ ચાલીને આવ્યો હતો, ઘણાબધા લોકો હતા સાથે. લેડીઝ પણ હતી. નાનું બાળક પણ હતુ તેમની સાથે. કદાચ તેમનું બાળક હશે. રીક્ષામાંથી ઉતરીને તે પણ ખુદ ચાલવા લાગ્યા. તેમના ગળાના ભાગે ઇજા થઇ હતી, પીઠ પર પણ વાગ્યુ હતુ. એવુ લાગ્યુ કે લોહી વધુ નીકળી ગયુ હતુ. જ્યારે ઉતર્યા ત્યારે લાલ જ લાલ દેખાઇ રહ્યું હતું. ત્રણ લોકો હતા. મે રીક્ષા ભાડુ પણ ના લીધુ. સૈફ અલી ખાન જરાય ડરેલો ન હતો. આરામથી રીક્ષામાંથી ઉતર્યો જેમ કે આપસી મામલો હોય. એકબીજા સાથે ઇંગ્લિશમાં વાત કરી રહ્યાં હતા. ઓટોમાં સૈફની સાથે બે લોકો બીજા પણ હતા. એક નાનુ બાળક અને એક પુરુષ. સૈફ પોતાના બાળક સાથે સતત વાત કરી રહ્યા હતા.'
ડ્રાઈવરે કહ્યું, 'હૉસ્પિટલ પહોંચ્યા પછી, સૈફે ત્યાંના સ્ટાફને કહ્યું કે હું સૈફ અલી ખાન છું.' સ્ટ્રેચર જલ્દી લાવો.
ઉલ્લેખનીય છે કે, મધ્યરાત્રિએ કોઈ અજાણ્યો વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો. સૈફ અલી ખાનનો તે વ્યક્તિ સાથે ઝપાઝપી થઈ હતી. આ પછી, સૈફ અલી ખાન ઘાયલ થયો અને તે વ્યક્તિ ભાગી ગયો હતો.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
