શોધખોળ કરો
Advertisement
બૉલીવુડના આ અભિનેતાએ પોતાના પરિવાર માટે પંચકુલામાં ખરીદ્યુ આલિશાન ઘર, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો...
અભિનેતા આયુષ્યમાન ખુરાના તથા તેના પરિવારના બાકીના સભ્યો પંચકુલામાં ખરીદેલા પોતાના નવા ઘરને લઇને ખુબ આનંદિત છે. પરિવારના સભ્યોમાં માતાપિતા પૂનમ અને પી. ખુરાના, આયુષ્યમાન અને તેની પત્ની તાહિરા અને આપરશક્તિ અને તેની પત્ની આકૃતિ સામેલ છે
મુંબઇઃ બૉલીવુડના અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ પોતાના પરિવાર માટે એક અદભૂત ઘર ખરીદ્યુ છે. અભિનેતા આયુષ્યમાન ખુરાના તથા તેના પરિવારના બાકીના સભ્યો પંચકુલામાં ખરીદેલા પોતાના નવા ઘરને લઇને ખુબ આનંદિત છે. પરિવારના સભ્યોમાં માતાપિતા પૂનમ અને પી. ખુરાના, આયુષ્યમાન અને તેની પત્ની તાહિરા અને આપરશક્તિ અને તેની પત્ની આકૃતિ સામેલ છે, અને બધાએ મળીને ચંડીગઢના સેટેલાઇટ ટાઉનમાં આ ઘર ખરીદ્યુ છે.
આયુષ્યમાને આના પર કહ્યું- ખુરાના પરિવારને તેનુ ફેમિલી મળી ગયુ છે, આખો પરિવારે મળીને આ નવા ઘરને ખરીદવાનો નિર્ણય કર્યો, જેમાં હવે આખુ ખુરાના પરિવાર એક સાથે રહી શકશે. અમને અમારા સરનામે નવી યાદોને બનાવવાનો ઇન્તજાર છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, આષુષ્યમાન ખુરાનાની આ ઘરની કિંમત 9 કરોડ રૂપિયા છે.
એક સુત્રએ આ વાતની જાણકારી આપી છે કે પરિવારને એક મોટા ઘરની જરૂર હતી, જેમાં બધા સાથે રહી શકે. સુત્રએ આગળ જણાવ્યુ- બન્ને દીકરા આયુષ્યમાન અને અપારશક્તિના લગ્ન થઇ ગયા છે. સાથે જ આયુષ્યમાન અને તાહિરાના બે બાળકો પણ છે, તો હવે પરિવારે કોઇ મોટી વસ્તુ પર રોકાણ કરવુ જરૂરી હતુ. તેમને હમણાં જ આ પ્રૉપર્ટી ખરીદી છે, અને હજુ તેમને અહીં આવીને રહેવામાં થોડો સમય લાગશે.
તાજેતરમાં જ અપાશક્તિએ પોતાના ભાઇ આયુષ્યમાનની સાથે એક રમત રમતો વીડિયો સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કર્યો હતો. જેને સોશ્યલ મીડિયા પર ખુબ લાઇક્સ મળી હતી. સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં બન્ને ભાઇ 'આઓ મિલો શિલો શાલો કે ખેલ' રમત રમતા દેખાઇ રહ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
ધર્મ-જ્યોતિષ
Advertisement