શોધખોળ કરો
Advertisement
અમિતાભ બચ્ચને અચાનક જ ટ્વીટર પર શેર કરી ફોર્ડની પીળા રંગની વિન્ટેજ કારની તસવીર, જાણો કેમ?
અમિતાભે પીળા કલરની ફોર્ડ કંપનીની વિન્ટેજ કારની તસવીર શેર કરી છે, અને બાજુમાં ખુદ બિગ બી ઉભા રહ્યાં છે.
મુંબઇઃ બૉલીવુડના બિગ બી અને બાદશાહ અમિતાભ બચ્ચન રૉયલ કારનો શોખીન છે, હવે તેમની એક પૉસ્ટથી ફરી ચર્ચા શરૂ થઇ ગઇ છે. અમિતાભે હોળીના તહેવારના દિવસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ફોર્ડની એક વિન્ટેજ કારની તસવીર શેર કરી છે, જોકે, આ તસવીર પાછળ એક ખાસ કારણ પણ સામેલ છે.
અમિતાભે પીળા કલરની ફોર્ડ કંપનીની વિન્ટેજ કારની તસવીર શેર કરી છે, અને બાજુમાં ખુદ બિગ બી ઉભા રહ્યાં છે. ખાસ વાત તો એ છે કે આ કાર તેમના મિત્ર અનંતે ગિફ્ટ કરી છે. અમિતાભે આ કારની આખી કહાની પોતાના બ્લૉગમાં લખી છે.
અમિતાભની આ કાર પાછળ કહાની પોતાના મિત્રની છે. અમિતાભે બ્લૉગમાં જણાવ્યુ હતુ, તેમને પોતાની પહેલી ફેમિલી કાર અલ્હાબાદમાં ખરીદી હતી. આ ગાડીનુ નામ ફોર્ડ પરફેક્ટ હતુ. અમિતાભના મિત્ર અનંતે અમિતાભનો એક બ્લૉગ વાંચ્યો હતો, જેમાં આ કારનુ નામ મેન્શન કરવામાં આવ્યુ હતુ. અનંતે તે જ મૉડલની ફોર્ડ કારને ટ્રેસ અને ટ્રેક કરી અને પછી તેને ચાલવાલાયક બનાવી, આ ગાડીને પેન્ટ કરી અને પછી તે ગાડીને ગિફ્ટ આપવા અમિતાભના ઘરે પહોંચ્યા હતા.
ખાસ વાત તો એ છે કે, આ કારનો નંબર 2882 પણ તે જ નંબર છે, જે અમિતાભની પહેલી ગાડીનો નંબર હતો. અમિતાભે એ પણ લખ્યુ કે કોઇએ મારા માટે એવુ કંઇ નથી કર્યુ અને હું આ ક્ષણને શબ્દોમાં વર્ણવી નથી શકતો. અમિતાભે ટ્વીટર પર પણ આ મામલે એક પૉસ્ટ શેર કરી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન નાગરાજ મંજુલેની ફિલ્મ ઝૂંડમાં દેખાશે.T 3464 - There are times when you are speechless .. I am now .. been trying to express, but nothing comes out .. .. a story of times gone by .. a gesture beyond time .. pic.twitter.com/Vm37n9ZCnR
— Amitabh Bachchan (@SrBachchan) March 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement