શોધખોળ કરો
Advertisement
'બિગ બોસ'ની સ્પર્ધક અને ભાજપની નેતા યુવતીએ સલમાનને આપી ધમકીઃ બહાર નિકળ મારા માણસો તને જોઈ લેશે...
ટેલિવિઝનનના પોપ્યુલર શો બિગ બોસની હાલ 14મી સિઝન ચાલી રહી છે. આ શોની કન્ટેસ્ટન્ટે સલમાનખાનને ધમકી આપતા શો વિવાદમાં આવી ગયો છે.
ટેલિવૂડ: સુપરસ્ટાર સલમાન ખાનના શો બિગબોસમાં હાલ 14મી સીઝન ચાલી રહી છે. આ પ્રોગ્રામ એક કરતાં વધુ કારણોથી વિવાદાસ્પદ બન્યો છે. હાલ સલમાનને મળેલી ધમકીના કારણે વિવાદ સર્જાયો છે.
કોણ આપી સલમાન ખાનને ધમકી
બિગ બોસમાં એકબીજાને ધમકી આપવાનો સિલસિલો યથાવત છે. શોમાં ભાજપના મહિલા મોર્ચા સાથે સંકળાયેલી અભિનેત્રી કમ પોલિટિશ્યન સોનાલી ફોગટે સલમાન ખાનને ધમકી આપી છે. સોનાલી ફોગાટ બિગ બોસ સિઝન 14ની કન્ટેસ્ટન્ટ છે.
સોનાલી હરિયાણાના હિસાર વિસ્તારના એક ખેડૂત પરિવારની દીકરી છે અને દસમા ધોરણ પછી એનાં માતાપિતાએ એનાં લગ્ન કરાવી નાખ્યાં હતાં. એ હિસ્સાર ભાજપ મહિલા મોર્ચાની ઉપપ્રમુખ પણ છે.
સોનાલીએ શોના હોસ્ટ ખુદ સલમાન ખાનને ધમકી આપી હતી. શોમાં રૂબીના સાથે થયેલા અણબનાવ બાબતે સલમાન ખાને વાત કરતા તેમણે સલમાન ખાનને ધમકી આપી છે. કે, “બહાર મારા માણસો તેને જોઇ લેશે” સોનાલીની આ ધમકીના કારણે વિવાદ વકર્યો છે.
આ સપ્તાહેમાં સલમાન ખાને સોનાલીને ધમકી આપતા જણાવ્યું હતું કે, અન્ય શોના કન્ટેસ્ન્ટને આ પ્રકારની ધમકી આપવાનું બંધ કરો. જો કે સોનાલીએ વળતો પ્રહાર કરતા સલમાનને સામે ધમકી આપી હતી.
જો કે સલમાને પણ આ ધમકી સામે વળતો પ્રહાર કરતા જવાબ આપ્યો હતો કે, ‘સોનાલી મારૂ શું ઉખાડી લેશે’
સોનાલીના આવા વલણથી સલમાન ખાન ખૂબ જ નારાજ થયો છે. તેમણે જણાવ્યું હતુ કે, આપની દીકરી પણ આ શો જોઇ રહી હતી. આપના માટે આવું વર્તન યોગ્ય નથી. આ ઘટનાના કારણે આ શોનો પ્રોમ ખૂબ વાયરલ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement