Bigg Boss OTT 2: સામે આવ્યો સલમાન ખાનના શોનો નવો પ્રોમો, ખાસ માહિતી શેર કરી, જુઓ VIDEO
સુપરસ્ટાર સલમાન ખાને બિગ બોસની દરેક સીઝન સાથે ટીવી પર ધૂમ મચાવી છે. આ વખતે સલમાન ખાન OTT પર ધમાલ મચાવવાનો છે.
Salman Khan Bigg Boss OTT 2: સુપરસ્ટાર સલમાન ખાને બિગ બોસની દરેક સીઝન સાથે ટીવી પર ધૂમ મચાવી છે. આ વખતે સલમાન ખાન OTT પર ધમાલ મચાવવાનો છે. અગાઉ કરણ જોહર OTT બિગ બોસની સીઝન 1 હોસ્ટ કરી ચૂક્યો છે. પરંતુ આ શો એટલો પસંદ આવ્યો ન હતો. આ સ્થિતિમાં સલમાન ખાન આ વખતે OTT રિયાલિટી શોને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. હાલમાં જ શોનો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં એક ખાસ માહિતી પણ આપવામાં આવી છે.
સલમાન ખાને નવો પ્રોમો રિલીઝ કર્યો છે
શો બિગ બોસ ઓટીટી 2ને લઈને સલમાન ખાનનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં તે ચાહકોને મહત્વપૂર્ણ માહિતી આપતો જોવા મળી રહ્યો છે. પ્રોમોમાં સલમાન કહે છે કે 'ઈસ બાર ઈતની લગેગી, કી આપકી મદદ લગેગી' એટલે કે આ વખતે દર્શકો સીધા જ શોમાં સામેલ થશે. જોકે કેવી રીતે ? આ એક મોટો પ્રશ્ન છે. આ OTT રિયાલિટી શો લોકો સાથે કેવી રીતે જોડાશે તે જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે.
View this post on Instagram
આ વખતે સુપ્રીમ સત્તા દર્શકોના હાથમાં હશે ?
ખાસ વાત એ રહેશે કે શોમાં દર્શકોને સંપૂર્ણ સત્તા આપવામાં આવશે. પ્રોમો શેર કરતી વખતે આપવામાં આવેલી ખાસ માહિતી કેપ્શનમાં લખવામાં આવી છે- 'અમે બધા બિગ બોસને ફરી એકવાર લાવવા માટે તૈયાર છીએ. અમારા ફેવરિટ સલમાન ખાન સંપૂર્ણપણે તૈયાર છે. તમે એટલે કે પ્રેક્ષકોને એટલી સત્તા આપવામાં આવશે કે તેઓ કોને રોકશે અને કોને બચાવશે. આ બધું જ ફક્ત પ્રેક્ષકોના હાથમાં રહેશે. તમને જણાવી દઈએ કે આ વખતે શોમાં મોટો ધમાકો થવાનો છે. સલમાનના શોમાં જંગલની થીમ હશે. જેના કારણે શોમાં આવનારા સેલેબ્સ કમ્ફર્ટ ઝોનમાં બિલકુલ નહીં રહે.