શોધખોળ કરો
Advertisement
હાથરસ ગેન્ગરેપની ઘટના પર ભડક્યુ બૉલીવુડ, અક્ષયથી લઇને કૃતિ સેનન, ઋચા ચઢ્ઢાએ કરી ન્યાયની માંગ
છોકરીનો 14 સપ્ટેમ્બરે સામૂહિક બળાત્કાર થયો, તેને અલીગઢના જવાહર લાલ નહેરુ મેડિકલ કૉલેજ અને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી હતી. બળાત્કાર બાદ આરોપીઓએ યુવતીની ગળુ દબાવીને હત્યા કરવા માંગી હતી, અને તેને બચવાના પ્રયાસમાં પોતાની જ જીભ કાપી નાંખી
મુંબઇઃ બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર, ફરહાન અખ્તર, ઋચા ચઢ્ઢા સહિતના અન્ય સેલેબ્સે ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષની છોકરી પર થયેલા સામૂહિક દુષ્કર્મ અને તેના મોત મામલે દોષીઓને કડક સજા કરવાની માંગ કરી છે. છોકરીનો 14 સપ્ટેમ્બરે સામૂહિક બળાત્કાર થયો, તેને અલીગઢના જવાહર લાલ નહેરુ મેડિકલ કૉલેજ અને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી હતી. બળાત્કાર બાદ આરોપીઓએ યુવતીની ગળુ દબાવીને હત્યા કરવા માંગી હતી, અને તેને બચવાના પ્રયાસમાં પોતાની જ જીભ કાપી નાંખી.
તેની સ્થિતિમાં કોઇ સુધારો ના આવતા સોમવારે તેને દિલ્હીની સફદરગંજ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી, જ્યાં તેનુ મોત થઇ ગયુ, અને મંગળવારે મોડીરાત્રે તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને બૉલીવુડ બહુજ ગુસ્સામાં આવી ગયુ છે. તેમને લઇને સોશ્યલ મીડિયા પર પોતાના મત વ્યક્ત અને માંગ કરી છે. અક્ષય કુમારે લખ્યું- ઘટનાથી તે બહુજ ક્ષુબ્ધ અને નિરાશ છે, અને તેને દોષીઓને ફાંસી આપવાની માંગ કરી છે.
અક્ષય કુમારે લખ્યું- હાથરસ સામૂહિક બળાત્કારમાં આટલી ક્રૂરતા, બર્બરતા. ક્યારે બંધ થશે આ બધુ? આપણો કાયદો અને તેનુ અનુપાલને એટલુ મોટુ હોવુ જોઇએ કે સજાનુ વિચારીને જ બળાત્કાર કરનારાઓ કાંપી જાય. આવા દોષીઓને ફાંસી પણ લટકાવી દેવા જોઇએ. દીકરીઓ અને બહેનોની સુરક્ષા માટે અવાજ ઉઠાવો, આપણે કમ સે કમ આટલુ તો કરી શકીએ છીએ.
અભિનેત્રી કૃતિ સેનને લખ્યું- આ શેતાન હવે આ અમાનવીય કૃત્યોના પરિણામોને સમજશે? હું એવી કોઇ સજા નથી વિચારી શકતી કે આ બર્બરતા માટે પર્યાપ્ત હોય. ફાંસી આપવી? માથામાં ગોળી મારવી? સાર્વજનિક રીતે પથ્થર મારીને હત્યા કરવી? છતાં લાગે છે કે આ બધુ ઓછુ છે.
ઋચા ચઢ્ઢાએ લખ્યું છે- હાથરસ પીડિતાને ન્યાય મળે, તમામને સન્માનની સાથે જીવવાનો અધિકાર છે, દોષીઓને સજા આપો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion